૩૦થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક સંસ્થાનમાં કોવિડ કો ઓર્ડીનેટર રાખવો ફરજિયાત
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
અમદાવાદ, અત્યારે દેશ અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવત છે ત્યારે અમદાવાદમાં પણ કોરોના કેસ રોજેરોજ નોંધાતા રહે છે રાજય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં ૩૦થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસો એકમો સંસ્થાઓમાં એક કોવિડ કો ઓર્ડીનેટર રાખવો પડશે જે ઓફિસમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવશે આ મહત્વનો નિર્ણય એએમસીના ખાસ અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર ઓફિસમાં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાઓ લેવામાં આવે તેનો ૧૫ દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે ઓફિસમાં કોઇ કર્મચારીને પોઝિટીવ આવે તો તેના ૧૪ દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો ૪૮ કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે કોઇ કર્મચારી પોઝિટીવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે ઓફિસમાં કોઇને કોરોના લક્ષણ જેવા કે શરદી ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થસેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે ઓફિસમાં એસઓપીનું પાલન કરાવી માસ્ક પહેરી થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઇ અને પ્રવેશ આપવાનો રહેશે.
આ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસના પાલન અને એસઓપીના પાલનની જવાબદારી કો ઓર્ડિનેટરની રહેશે ૩૦થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે શહેરના તમામ મોટી ઓફિસોમાં કોવિજડ કો ઓર્ડિનેટર નિમવાનો રહેશે જેની જાણ એએમસીના ઝોનના અધિકારીને કરવાની રહેશે. એ યાદ રહે કે અમદાવાદ શહેર જીલ્લામાં છેલ્લા અઠવાડીયામાં કોરોનાના રોજ ૧૬૦ની અંદર કેસ નોંધાતા રહ્યાં છે છેલ્લા ૨૪ કલાકમાં શહેર જિલ્લામાં ૧૬૬ કેસ નોંધાયા છે.HS