૩૦થી વધુ મહિલાઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા સાથે મહિલા રફુચક્કર!

અમદાવાદ, અમદાવાદના ઇસનપુરમાં મુખ્યમંત્રી આવાસના મકાનો આપવાના બહાને છેતરપિંડી થી હતી. જેમાં ૩૦ થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજ દુકાન ધારક દ્વારા ઠગાઈ કરવામાં આવી છે..આખરે મહિલાઓએ ન્યાય મેળવવા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી..જે આધારે ગુનો દાખલ કરાયો છે.
કામેશ્વર કોમ્પલેક્ષમાં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહે ૨૦ હજારમાં બીપીએલ કાર્ડ કાઢીને મહિલાઓને વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ સસ્તામાં મકાન અપાવશે તેમ કહીને ૩૦ થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા ૨૦ થી ૫૦ હજાર ઉઘરાવી લીધા હતા.. જાે કે છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી ૫૦ ટકા મહિલાઓને જ ન્યાય મળ્યો છે.. આરોપી નિશા શાહ દુકાનને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગઇ છે.HS