૩૦ વર્ષની નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં જ: અનન્યા
મુંબઇ, અભિનેત્રી અનન્યા પાન્ડે હાલમાં પોતાની આવનારી ફિલ્મ પતિ પત્નિ ઔર વૌને લઇને રોમાંચિત છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન અને ભૂમિ કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે રોમાંચિત દેખાઇ રહી છે. હાલમાં તે પોતાની આ ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે.
હાલમાં જ એક વાતચીત દરમિયાન અનન્યા પાન્ડેએ કહ્યુ હતુ કે તે ૩૦ વર્ષની થશે નહીં ત્યાં સુધી લગ્ન કરનાર નથી. વાતચીત દરમિયાન તે કેટલાક પ્રશ્નોના જવાબ આપતી નજરે પડી હતી. અનન્યા પાન્ડે બોલિવુડમાં આશાસ્વદ સ્ટાર તરીકે ઉભી રહી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. ફિલ્મમાં કામ કરી રહેલા ત્રણેય કલાકારો પૈકી કોના લગ્ન સૌથી પહેલા થશે તે અંગે પુછવામાં આવતા જવાબમાં ભૂમિ અને કાર્તિકે અનન્યા તરફ ઇશારો કર્યો હતો. તેના લગ્ન પહેલા કેમ થશે તેવો પ્રશ્ન અનન્યાએ વળતો કરતા કાર્તિક અને ભૂમિ હસતા નજરે પડ્યા હતા.
આ ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અર્જુન કપુર અને સંજય દત્તની ફિલ્મ પાનિપતની સાથે થનાર છે. અનન્યા અન્ય એક ફિલ્મ ખાલી પીલીમાં પણ કામ કરી રહી છે. જેમાં તેની સાથે ઇશાન ખટ્ટર કામ કરી રહ્યો છે. ચંકી પાન્ડેની પુત્રી અનન્યા ફિલ્મમોમાં લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. તેના પિતા વિતેલા વર્ષોમાં લોકપ્રિય અભિનેતા હતા. ચંકી પાન્ડેએ પણ આંખે સહિતની કેટલીક ફિલ્મો કરી હતી. આગ હી આગ ફિલ્મ મારફતે ચંકી પાન્ડેએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. અનન્યાની ટક્કર મુખ્ય રીતે સારા અલી ખાન અને જાન્હવી કપુર સાથે જોવા મળી રહી છે. જો કે ત્રણેય એક બીજા સાથે કોઇ સ્પર્ધા હોવાનો વારંવાર ઇન્કાર કરી રહી છે.