Western Times News

Gujarati News

૩૦ વર્ષ પહેલાં પિતા બન્યા હતા સિવિલ એવિયેશન મિનિસ્ટર, હવે દિકરો આ મંત્રાલય સંભાળશે

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ૩૦ વર્ષ પહેલાં જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયા પણ આ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. માધવરાવ સિંધિયાને પીવી નરસિમ્હા રાવ સરકારમાં આ જવાબદારી સોંપવામાં આવી હતી.

માધવરાવ સિંધિયાએ ૧૯૯૧થી ૧૯૯૩ સુધી રાવ સરકારમાં નાગરિક ઉડ્ડયન અને પર્યટન વિભાગના પ્રમુખ રહ્યા હતા. આ ત્યારની વાત છે જ્યારે દેશ રાજનીતિ અને અર્થવ્યવસ્થા મામલે ખૂબ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ભારતે ઉદારીકરણનો રસ્તો અપનાવ્યો હતો. હવે કોરોના કાળમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવીને સમાન રીતે મહત્વનો હોદ્દો આપ્યો હોવાનું માનવામાં આવે છે.

જ્યોતિરાદિત્ય અને માધવ રાવ બંને વચ્ચે એક કોમન વાત એ પણ છે કે, બંને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો તે પહેલા કેન્દ્રીય મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. માધવ રાવે રાજીવ ગાંધી સરકારમાં રેલ મંત્રી તરીકે કામ કર્યું હતું. જ્યારે જ્યોતિરાદિત્યએ મનમોહન સિંહ સરકારમાં સંચાર અને આઈટી મંત્રી તરીકે કામ કર્યું છે. તેમને પોસ્ટ વિભાગને ફરી બેઠુ કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે.

માધવરાવ અને જ્યોતિરાદિત્ય વચ્ચે વધુ એક સમાનતા એ છે કે, બંનેની છબિ સૌમ્ય અને બર્હિમુખી નેતાની છે. માધવરાવ સિંધિયાએ ઈન્દિરા ગાંધીના શાસન દ્વારા ઈમરજન્સીની કાર્યવાહી પછી કોંગ્રેસમાં સામેલ થતાં પહેલાં જનસંઘ (ભાજપના અગ્રદૂત) નેતા તરીકે કામ કર્યું હતું. જ્યારે જ્યોતિરાદિત્ય પણ હવે કોંગ્રેસના ગાંધી પરિવારથી અલગ થઈને ભાજપમાં સામેલ થઈ ગયા છે.

જાેકે એક નવાઈની વાત એ પણ છે કે, માધવરાવ સિંધિયાએ એક વિમાન ર્દુઘટના પછી નાગરિક ઉડ્ડયન મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જાેકે તે ઘટનામાં કોઈનું મોત નહતું થયું.નોંધનીય છે કે, જ્યોરિતાદિત્ય ગયા વર્ષે ૧૧ માર્ચે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. જ્યોતિરાદિત્યના પાર્ટી બદલવાના કારણે જ મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી ગઈ છે અને શિવરાજ સિંહને ફરી એક વાર મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને હવે તેમનું ઈનામ મળ્યું છે અને તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.