૩૧મીની રાતે ૧૦૦૦થી વધુ પીધેલી હાલતમાં ઝડપ્યા
વલસાડ, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રાતભર આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨ની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષને લોકોએ ઉત્સાહ પૂર્વક વધાવ્યું હતું.
જાેકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી પીધેલાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં નશાની હાલતમાં ઝડપાયેલા પીધેલાઓ માટે નવું વર્ષ ન ભૂલાય તેવું યાદગાર બની રહેશે. કારણ કે ખાવા-પીવાની પાર્ટીના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા વલસાડ જિલ્લા પોલીસે ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસંખ્ય પીધેલાઓનું નવું વર્ષ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીનાં શોખીનો દારૂની છૂટ ધરાવતા દમણ અને દાદરા નગર હવેલીમાં જાય જ્યાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશે છે.
આવા પીધેલાઓને ઝડપવા વલસાડ જિલ્લામાં ૨૪ ચેકપોસ્ટો પર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા ૧૦૦૦થી વધારે પીધેલાઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચેક પોસ્ટ પર જયારે પોલીસ ના હાથે પીધેલા પકડાઈ રહ્યા હતા. એ વખતે કેટલાક રમૂજી દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાતા કેટલાક પીધેલા હાથ જાેડી અને પોલીસને આજીજી કરી અને છોડી મુકવા વિનંતી કરતા જાેવા મળ્યા હતા. તો કેટલાક નાના બાળકની જેમ પોક મુકી અને રડતા પણ જાેવા મળ્યા હતા. આખી રાત વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ચેકપોસ્ટો પર પોલીસની કામગીરી ચાલી હતી.SSS