Western Times News

Gujarati News

૩૧મી ઓક્ટોબરે અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

By Shri Ramsinh Parmar, Chairman, Amul Dairy, Anand

આજના અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ  તેમજ પૂજ્ય સરદાર પટેલ સાહેબની ૧૪૪મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢી, એમ.ડી. જી.સી.એમ.એમ.એફ તેમજ શ્રી રામસિંહ  પરમાર (GCMMF chairman Ramsinh Parmar), ચેરમેન જી.સી.એમ.એમ.એફ. તેમજ  અમૂલ ડેરીએ સરદાર પટેલ સાહેબને તેમજ અમૂલના ઘડવૈયા શ્રી ત્રિભુવનદાસ પટેલ (Tribhuvandas Patel) , ડૉ. વી. કુરિયન (Dr. V. Kurien) તેમજ ડૉ.દલાયા સાહેબને યાદ કર્યા હતા.

સભાની શરૂઆતમાં શ્રી રામસિંહ પરમાર સાહેબે અમૂલડેરીની વિવિધ યોજનાઓ, જુદા જુદા રાજ્યોમાં પ્લાન્ટના નવિનીકરણ તેમજ વિસ્તરણની વિસ્તૃત માહિતી દૂધ મંડળીઓમાંથી હજારોની સંખ્યામાં ઉપસ્થિત સૌ પશુપાલકોને આપી હતી. તેઓએ પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતોકે આવનારા વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુસારા ભાવો ચુક્વવામાં આવશે.

આજના પ્રસંગના મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢીએ (R. S. Sodhi) તેમના વ્યક્તિત્વમાં ઘણીજ રસપ્રદ માહિતી આપેલ હતી. તેઓએ તેમના ૩૮ વર્ષના લાંબા અનુભવો પરથી રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય પરિસ્થિતિઓનો ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યની ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. ડૉ.સોઢીએ ત્રણ માસથી ચાલતા આર.સી.ઈ.પી.ની ચર્ચાની શરૂઆત કરી અને જ્ણાવ્યુકે ગઈકાલે રાત્રે ભારતના વાણિજ્ય મંત્રી શ્રી પિયુસ ગોયેલે તેમને રૂબરૂ ચર્ચા માટે દિલ્હી ખાતે તેમની ઓફિસે બોલાવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે ભારત સરકાર દ્વારા આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પગલું નહીં ભરાય કે જેથી ભારતના પશુપાલકોનું હિત જોખમાય.

શ્રી ગોયેલે જ્ણાવ્યુકે તમે તમારા ચેરમેનશ્રી તેમજ નિયામક મંડળ તેમજ પશુપાલકોને ભારત સરકાર તરફથી આશ્વાસન આપી શકોછો. જ્યારે આ વાતની જાહેરાત સભામાં કરવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં હજાર રહેલ પશુપાલકોએ તાળીઓના ગળગળાટથી વધાવી દીઘેલ અને સભામાં હર્ષાઉલ્લાશ જોવા મળેલ હતો.  ડૉ.સોઢીએ જ્ણાવ્યુકે આવનાર બે વર્ષો પશુપાલકોના રહેશે અને દૂધના ઘણા સારા ભાવો મળશે.

તેમણે પશુપાલકોને સૂચન કર્તા જણાવેલ કે હવે આવનાર વર્ષમાં દૂધ અને દૂધ પેદાશોની વધતી જતી માંગને પહોચી વળવા આપણે ગ્રામ્ય ક્ક્ષાએ દૂધ ઉત્પાદન વધારવું પડશે. દૂધ ઉત્પાદન વધારવા માટે સારી નશ્લની ઓલાદો રાખવી,લીલા તથા સૂકા ઘાસચારાનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. ડૉ.સોઢીએ પશુપાલકોના સંતાનો માટેની વાત કરતાં જ્ણાવ્યું હતુ કે તેઓ ૨૫ થી ૩૦ સારી નશ્લના પશુઓ રાખી વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરી માસિક ૫૦ હજારથી વધુની આવક કરી શકે છે.

સભાના અંતમાં સંઘના વાઈસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમારે સર્વ પશુપાલકો, સંઘના નિયામક મંડળ તેમજ મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢીનો આભાર માન્યો હતો અને સ્વ. ઇન્દિરા ગાંધીના  નિર્વાણ દિવસ નિમિત્તે શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.