૩૧મી જાન્યુઆરી સુધી ફાયરનું એનઓસી ન મેળવનારી સ્કુલોની માન્યતા રદ કરાશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસીને લઈને કડક વલણ અપનાવ્યા બાદ રાજય સરકાર તે મુદ્દે ગંભીર બની હતી અને ફાયર એનઓસી ન હોય તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જાે કે હાલમાં પણ ઘણી સ્કુલો પાસે ફાયર વિભાગનુૃ એનઓસી ન હોવાનુૃ સામે આવ્યુ છે. જેથી અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા ખાનગી પ્રાથમિક શાળાને ૩૧મી જાન્યુઆરી સુધીમાં ફાયર વિભાગનું એનઓસી મેળવી લેવા માટે આદેશ કર્યો છે. જાે નિયત સમયમાં સ્કુલો ફાયરનુૃ એનઓસી નહીં મેળવે તો તેમની સામે માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરનુૃ એનઓસી ન હોય અને બીયુ પરમીશન ન હોય તો તેેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી.
જેમાં કોર્પોરેશન દ્વારા અનેક સ્કુલોને પણ સીલ મારવામાં પણ આવી હતી. આ તમામ કાર્યવાહી વચ્ચે ડીઈઓ કચેરી દ્વારા સ્કુલોને પરિપત્ર કરી ફાયર વિભાગનુૃં એનઓસી લઈ લેવા માટે સુચના આપી હતી. જેના લીધે ઘણી સ્કુલોએ એનઓસી લઈ લીધુ હતુ.
જાે કે હજુ પણ શહેરની ઘણી સ્કુલો પાસે ફાયર વિભાગનુૃ એનઓસી ન હોવાની વિગતો સામે આવી છે. જેમાં ખાનગી પ્રાથમિક સ્કુલો પૈકી કેટલીક સ્કુલોએ એનઓસી લીધી ન હોવાનુૃ સામે આવ્યુ છે. જેથી અમદાવાદ શહર ડીઈઓ દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે.
જેમાં સ્કુલોના સંચાલકોને ૩૧મી જાન્યુઆરી સુધીમાં ફાયરનું એનઓસી લઈ લેવા માટે તાકીદ કરવામાં આવી છે. જાે નિયત સમયમાં ફાયરનું એનઓસી લેવામાં નહીં આવે તો આવી સ્કુલો સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડીઈઓ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર બાદ જે સ્કુલોએ હજુ સુધી ફાયરનું એનઓસી લીધુ નથી એવી સ્કુલોમાં ફફડાટ ફેલાયો છે. અને હવે તેઓ એનઓસી લેવા માટે દોડાદોડી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યુ છે. ડીઈઓ દ્વારા ૩૧મી જાન્યુઆરી સુધીમાૃં એનઓસીની કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવ્યુ હોઈ સ્કુલો એ પહેલાં જ કામગીરી પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.