૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દારૂની પાર્ટીઓ ઉપર વોચ રાખવા મુખ્યમંત્રીનો આદેશ
ગાંધીનગર: રાજયમાં ૩૧ મી ડીસેમ્બર નજીક આવતાની સાથે જ ઠેર ઠેર દારૂની મહેફિલો શરૂ થઈ જવા પામી છે.આજે જ સુરતમાં દારૂની પાર્ટી કરી રહેલ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં ગર્ભશ્રીમંત પરિવારના નબીરાઓનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરમાંથી પણ પોલીસો દ્વારા ઠેર ઠેર દરોડા પાડી દારૂ પકડવામાં આવી રહ્યો છે.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસને કડક નિર્દેશો આપતા કહ્યુ છે કે,કોઈપણ કારણ આગળ ધરીને રાજયમા યોજાતી પાર્ટીઓ ઉપર પોલીસ ખાસ વોચ રાખે એટલુ જ નહીં પરંતુ પોલીસના હાથે પકડાનારા સામે પ્રોહીબીશન એકટ મુજબની કાર્યવાહી કરવા પણ મુખ્યમંત્રીએ ખાસ આદેશ આપ્યા છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે.
લોકો દારૂ અને અન્ય નશાયુકત પદાર્થોથી દુર રહે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે.તેમણે કહ્યુ કે,અમે બુટલેગરો અને દારૂ પીનારાઓને ઝડપી રહ્યા છીએ.
૩૧મી ડીસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસને સખતમા સખત કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.જયા પણ દારૂની મહેફિલો થતી હોય ત્યાં પોલીસ તપાસ કરી દારૂ પીનારાઓને અટકાવશે.