Western Times News

Gujarati News

૩૧મી ડિસે. સોલા પોલીસે પીધેલા ૨૫ લોકોને ઝડપ્યા

અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વર્ષની ઉજવણી અને ૩૧મી ડિસેમ્બરે પાર્ટીનું ચલણ વધ્યું છે. તેમાં પણ ખાસ કરીને મોજશોખ માટે યુવાઓમાં દારૂના સેવનનું પ્રમાણ વધારે જાેવા મળી રહ્યું છે. એવામાં આ વર્ષે રાત્રિ કર્ફ્‌યૂના અમલ વચ્ચે ૩૧મી ડિસેમ્બરની રાત્રે શહેરભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં સોલા ખાતેથી ૨૫ જેટલા નબીરાઓ દારૂના નશામાં અથવા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પકડાયા હતા. તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લવાતા અંદર રીતસરની લાઈન લાગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ૩૧મી ડિસેમ્બરની રાત્રે સોલા પોલીસ મથકમાં દારૂ પીધેલા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અથવા દારૂ સાથે હોય એવા ૨૫ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉપરાંત રાત્રિ કર્ફ્‌યૂના જાહેરનામાના ભંગ બદલ ૧૮૮ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ આરોપીઓના વાહનો પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. એક સાથે ૨૫ જેટલા નબીરાઓને પોલીસ સ્ટેશનમાં બેસાડતા રીતસરની લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો પોલીસ સ્ટેશનમાં જાેવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અનેક પ્રયાસો છતા પણ ૩૧મી ડિસેમ્બરની રાત્રિએ શહેરમાં દારૂ પીવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. આંબાવાડીના ભુદરપુરા વિસ્તારમાં કેટલાક લોકોએ દારૂ પીને ધમાલ મચાવી હતી. માથાકૂટ વધતા બે ગ્રુપ વચ્ચે પથ્થરમારો ચાલુ થઈ ગયો અને વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો. આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કંટ્રોલમાં કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.