૩૧ ડિસેમ્બર સુધી પાનકાર્ડને આધાર સાથે લીંક કરી શકાશે
નવીદિલ્હી, પર્મનેટ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી આધાર કાર્ડને પાન સાથે લીંક કરાવી શકાશે. આ સાતમી વખત સરકારે પાનકાર્ડને લીંક કરાવવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી આધાર કાર્ડને પાન સાથે લીંક કરાવી શકાશે. આ સાતમી વખત સરકારે પાનકાર્ડને લીંક કરાવવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે.
આવકવેરા માટે નીતિ નિર્ધારણ કરતી CBDT સંસ્થાએ આવક વેરો ભરવા માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવો ફરજિયાત કર્યુ છે. ગતવર્ષે સુપ્રીમ કોર્ટે આધાર યોજનાને બંધારણીય રીતે માન્ય રાખી હતી અને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવું ફરજિયાત કર્યુ હતું. આવકવેરા કલમ ૧૩૯AA (૨) અનુસાર જે વ્યક્તિ પાસે ૧ જુલાઈ ૨૦૧૭નું પાન કાર્ડ અને આધારકાર્ડ મેળવવાની લાયક હોય તેણે પોતાનો આધાર નંબર કર વિભાગના અધિકારીઓને આપવો અનિવાર્ય છે.