૩૨ લાખમાં ખરીદેલી રેન્જ રોવર ભંગાર વાળાએ લેવાની પાડી ના

નવી દિલ્હી, વિશ્વમાં ઘણા લોકો તેમની મહેનત અને સમર્પણથી ઓછા સમયમાં ઘણું હાંસલ કરે છે. આવા લોકો પોતાના સપનાઓને સાચા કરવા માટે ખૂબ મહેનત કરે છે. પણ જ્યારે આ મહેનતુ લોકો છેતરપિંડીનો શિકાર બને ત્યારે તેમનું દિલ તૂટી જાય છે.
સોશિયલ મીડિયા પર એક યુવતીએ તેની સાથે થયેલી છેતરપિંડીનો કિસ્સો લોકો સાથે શેર કર્યો. યુવતીએ માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં ૩૨ લાખમાં રેન્જ રોવર ખરીદી હતી પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ. તેને ખામીયુક્ત મોટરવાળી કાર સોંપવામાં આવી હતી, જેનું સમારકામ કરવામાં તેણે ઘણું સહન કરવું પડ્યું હતું. ૨૩ વર્ષીય રેને લેલિઓટે પોતે પોતાનો આ ખરાબ અનુભવ શેર કર્યો.
તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે ખરીદેલી રેન્જ રોવર તેના માટે સમસ્યા બની ગઈ. પહેલા તેણે પોતાની સેવિંગ્સ વાપરીને કાર ખરીદી, અને તે બગડ્યા પછી સમારકામની પ્રક્રિયામાં તેને ભાવનાત્મક અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. તેણે જણાવ્યું કે શોરૂમે ક્ષતિગ્રસ્ત રેન્જ રોવર લેવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ તમામ ભૂલનો દોષ પણ તેમના પર ઢોળવામાં આવ્યો હતો.
મામલો યુકેનો છે જ્યાં રેને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આ કાર ખરીદી હતી. આ કાર સાથે, રેને અને તેનો પાર્ટનર લોંગ ડ્રાઈવ પર ખૂબ જ આગળ જવાના હતા જ્યાં તેઓએ તમામ બુકિંગ કરી લીધા હતા. પરંતુ કાર બગડી ગઈ અને તેમની સફર અધૂરી રહી ગઈ.
સફરની બધી જ ખોટ રેનેને સહન કરવી પડી. શોરૂમે પહેલા તો ભૂલ માનવાની મનાઇ કરી અને ઉપરથી રેનેને બદલે તેના પ્રેમી સાથે વાત કરી. કારણ કે તેમના મતે ૨૩ વર્ષની યુવતીને વાહનોની ખબર નથી. રેનેએ જણાવ્યું કે તેને નવી કારને બદલે ખરાબ મોટરવાળી કાર આપવામાં આવી હતી. અઠવાડિયામાં પાંચ વખત કાર બગડી ગઇ. જેના કારણે તેમનો ઘણો સમય વેડફાયો હતો.
થાકીને તેણે કંપની પાસે રિફંડની માંગણી કરી, તેની પણ ના પાડી દેવામાં આવી. ઘણી ચર્ચા પછી તેમણે મોટર બદલી અને રેનેને આપી. પરંતુ રેનેને સૌથી ખરાબ લાગ્યું કે તેણે તેની બચતમાંથી કાર લીધી. પરંતુ મિકેનિકની સાથે શોરૂમના મેનેજરે તેની જગ્યાએ તેના પાર્ટનર સાથે વાત કરી હતી. માત્ર એટલા માટે કે તે એક છોકરી છે અને તેમના કહેવા પ્રમાણે છોકરીઓને કારનું જ્ઞાન નથી.SSS