૩૩ વર્ષીય પરણીતાએ નોંધાવી ત્રિપલ તલાક સહિત ઘરેલૂ હિંસાની ફરીયાદ
બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક પરણીતાએ તેના પતીએ ૩ વખત તલાક તલાક તલાક કહી ઘર માંથી કાઢી મુકી હોવાની પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક અંગે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારની અલફલા પાર્ક, મ.નં.સી/૦૧,શેરપુરા રોડ ખાતે રહેતા અને ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ ગેલ ઈન્ડીયા કંપનીમાં નોકરી કરતા ફહીમ હારૂન રસીદ અરબના બીજા લગ્ન સુમૈયા સાથે ૨૦૧૯માં થયા હતા. સાસરીમાં પતિ તથા મારા સાસુ-સસરા તથા નણંદ અને તેમના ૩ સંતાનો સાથે રહેતા ૩૩ વર્ષીય સુમૈયાબેન ફહીમ અરબે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,ગતરોજ બપોરના સમયે તેમના પતી ફહીમ જ્યારે નોકરી પરથી આવ્યો ત્યારે સાસુ કમરુનીશા તથા મારા સસરા હારૂન રસીદ સુમૈયાને કહેવા લાગેલ કે,તમોએ જાણી જોઈને મોટી છોકરી તૈહસીન સાથે સારૂ વર્તન ન કરતા તે તેના ઘરે જતી રહેલ છે.
તેમ કહી સાસુ-સસરા તથા મારી નાની નણંદ મહેરીન મને ગમે-તેમ ગાળો બોલી ઝગડો કર્યો હતો. આ વખતે સુમૈયાના પતિ ફહીમ પણ તેને ગમે-તેમ ગાળો બોલી અને મને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમના પતિ તથા નાના નણંદ મહેરીન તેમને ઘરમાંથી નીકળી જવાનું કહેતા હતા.સાથે સુમૈયાના પતિએ તેને ત્રણ વખત તલાક તલાક તલાક બોલી અને કહેલ કે મે તને મુસ્લીમ શરીયત મુજબ તલાક આપી દિધેલ છે.જેથી તુ મારા ઘરમા થી નીકળી જા તેમ કહી કહેતો હતો કે તને તલાક આપીને પણ જીવતી નહી રહેવા દઉ અને તને પતાવી દઈશ તારા મમ્મી-પપ્પાને પણ પતાવી દઈશ તેવી ધમકી આપેલ હોવાનું જણાવ્યું હતું.
જેથી પતિ ફહીમ તથા મારા સાસુ કમરુનીશા હારૂન રસીદ અરબ તથા સસરા હારૂન રસીદ અરબ તથા નણંદ મહેરીન હારૂન રસીદ અરબ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ આપતા ભરૂચ બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.