૩૫ કિલોમીટરની સુધીની સફર કરી રસી ડ્રોન દ્વારા ગામડાઓમાં પહોંચશે

દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી સરકાર રસી પહોંચાડશે
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ હવે સતત ઓછા થઇ રહ્યાં છે. આ વચ્ચે દેશમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ ટીકાકરણ અભિયાનને સરકાર હવે આંતરિક વિસ્તાર સુધી સહેલાઇથી પહોંચાડવાની યોજના પર કામ કરી રહ્યાં છે.
આ હેઠળ હવે સરકાર દેશનાં તે આંતરીક વિસ્તારમાં અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે ડ્રોન્સનો ઉપયોગ કરી કોરોના વાયરસની વેક્સીન પહોંચાડવાની યોજના બનાવી રહ્યાં છે. જ્યાંનાં રસ્તા દુર્ગમ છે અને ત્યાં સુધી પહોંચવું અઘરું છે. આઈઆઈટી કાનપૂરે આ અંગે કરેલી શોધમાં આ રીતે ડ્રોનની મદદથી કોરોનાની વેક્સીન પહોંચાડવી સંભવ છે.
હાલનાં સમયમાં દેશમાં સરકાર માટે કોરોના વેક્સીન ખરીદવાનું કામ સરકારી કંપની એચએલએલ લાઇફકેર કરે છે. તેની સહાયક કંપની એચએલએલ ઇન્ફ્રા ટેક સર્વિસ લિમિટેડે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી દેશનાં દુર્ગમ વિસ્તારમાં કોરોના વેક્સીન પહોંચાડવા માટે ૧૧ જૂનનાં નિવિદનો મંગાવ્યાં છે.
હાલમાં ફક્ત તેલંગનામાં જ ડ્રોન દ્વારા કોરોના વેક્સીન પહોંચાડવાનું કામ શરૂ થયુ છે. દુર્ગમ વિસ્તારમાં કોરોના વેક્સીન પહોચાડવા માટે આઈસીએમઆર સંપૂર્ણ તૈયારી કરી ચુક્યું છે. આ હેઠળ કામ માટે તે ડ્રોનનો ઉપયોગ કરશે. જે ૩૫ કિલોમીટર સુધી જઇ શકે છે. સાથે જ ૧૦૦ મીટરની ઉંચાઇ સુધી ઉડાન ભરી શકે છે. જાણકારી મુજબ આ ડ્રોન આકાશમાં સીધુ ઉડાન ભરવા અને ચાર કિલો વજનન સામાન લાવવાની ક્ષમતા ધરાવે છે.