૩૫ વર્ષની સેવા બાદ સ્વૈચ્છીક નિવૃત્ત થતાં જિલ્લા માહિતી કચેરી, જામનગરના કર્મયોગી કે. આર. સોલંકી
જામનગર, માહિતી ખાતાની ૩૫ વર્ષની લાંબી કારકિર્દી બાદ જિલ્લા માહિતી કચેરી, જામનગરના કર્મયોગી શ્રી કે.આર.સોલંકી આજે સ્વૈચ્છીક નિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા તેઓને ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ તકે નાયબ માહિતી નિયામકશ્રી શરદ બુંબડિયાએ સેવા નિવૃત્ત થતા શ્રી કે.આર.સોલંકીને શુભેચ્છા આપતા કહ્યું કે સુરજ ઉગે અને આથમે એમ સરકારી સેવામાં નિમણૂક અને વિદાય નિશ્ચિત છે. તેમના સરકારી એરાનો અંત આવ્યો છે અને નવો એરાનો ઉદય થયો છે. શ્રી સોલંકી પરિવારના મિત્રોથી દૂર નથી જતા માત્ર સરકારી સેવામાંથી દૂર થાય છે. શ્રી સોલંકીની કાર્યદક્ષતામાંથી સૌ મિત્રોએ પ્રેરણા લેવી જોઈએ અને શ્રી સોલંકીનું નિવૃત્તિમય જીવન સુખમય નીવડે અને પરિવાર સાથે તંદુરસ્ત જીવનગાળે તેવી શુભેચ્છા આપી હતી.
સહાયક માહિતી નિયામક(વ)શ્રી વિજય ભટ્ટે માહિતી પરિવારના શ્રી કિશોર સોલંકી સાથેના કામગીરી દરમિયાનના અનુભવો યાદ કરીને તેમનું નિવૃત્તિમય જીવન સુખમય રહે તેવી શુભેચ્છા આપી અને શ્રી સોલંકીના જવાથી જિલ્લા માહિતી કચેરી જામનગરને કર્તવ્યનિષ્ઠ કર્મયોગીની ખોટ પડશે તેવી લાગણી વ્યકત કરી હતી.
સેવા નિવૃત થતા શ્રી કિશોર સોલંકીએ પ્રતિભાવ આપતા કહ્યું કે માહિતી પરિવારના મિત્રોએ મને અઢળક પ્રેમ આપ્યો છે.
જીવનમાં પ્રવૃત્તિ જરૂરી છે અને આજીવિકા માટે નોકરી જરૂરી છે, પણ સરકારી નિયમોનુસાર નિવૃતિ પણ છે જ આ સંજોગોમાં હું આ વિભાગમાંથી ભલે નિવૃત થઇ રહ્યો હોઉ પણ તમારા સૌના હદયમાં કાયમી પ્રવૃતિશીલ જ છું મારા લાયક કોઇ પણ કામ પડે ત્યારે યાદ કરી અને માહિતી વિભાગે જે મને આપ્યું છે તે બદલ તેનો ઋણ ચુકવાવાનો મોકો આપવા વિનંતી કરી હતી. આ વેળાએ સેવા નિવૃત્ત થતા શ્રી કિશોર સોલંકીનું મોમેન્ટો, શ્રીફળ અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી જામનગરના શ્રીમતિ દિવ્યાબેન ત્રિવેદી, શ્રી જે.ટી.જાડેજા, શ્રી વાય.આર.વ્યાસ, શ્રી જી.એ.જાડેજા, શ્રી સંદિપ જોષી, શ્રી કે.કે.ચૌહાણ, શ્રી એ.ડી.રાઠોડ, શ્રી અમિત ચંદ્વાવાડીયા, શ્રી જયમેશ ગોપીયાણી, શ્રી મેહુલ ખેતિયા ઉપસ્થિત રહ્યા હતા.