૩૫ વર્ષ બાદ મહિલાના પેટથી ૭ મહિના બાદ બાળકનો જન્મ

અલ્જીરિયા, માતા બનવું એ કોઈપણ સ્ત્રી માટે એક વિશેષ લાગણી છે. બાળક પેટમાં આવે ત્યારથી જ માતાને દરેક ક્ષણે તેનો અહેસાસ થાય છે. જાેકે અલ્જીરિયામાં એક મહિલાને તેની અડધી ઉંમર સુધી ખ્યાલ ન આવ્યો કે તેના પેટમાં એક બાળક વિકસી રહ્યું છે. ૩૫ વર્ષ પછી જ્યારે તેને પેટમાં ભયંકર દુખાવો થયો ત્યારે તેને આ વાતનો અહેસાસ થયો.
અલ્જીરિયામાં એક ૭૩ વર્ષીય મહિલાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો હતો. અસહ્ય પીડામાં રહેલી મહિલા ડૉક્ટર પાસે દોડી ગઈ. પેટમાં દુખાવાનું કારણ જાણવાનો પ્રયાસ કરતા ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા હતા. વૃદ્ધ મહિલાના પેટમાં ઘણા દાયકાઓથી ૭ મહિનાનો ગર્ભ હતો. વિચિત્ર વાત એ હતી કે તે સ્ત્રીને પોતે તેનો કોઈ અહેસાસ નહોતો.
એક અહેવાલ મુજબ, એક મહિલા કે જેની સાથે વિચિત્ર ઘટના બની હતી તેને ભૂતકાળમાં પેટમાં દુખાવો હતો, પરંતુ તેની પાછળનું કારણ ડોકટરોને ખબર નહોતી. જાેકે આ વખતે જ્યારે મહિલાના પેટમાં દુખાવો વધ્યો ત્યારે ડોક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિલાના પેટમાં લગભગ ૩૫ વર્ષથી સાત મહિનાનો ગર્ભ છે.
વર્ષોથી, ભ્રૂણ પથ્થર જેવું બની ગયું હતું અને ડોકટરોએ તેનું નામ ‘બેબી સ્ટોન’ રાખ્યું છે. તેનું વજન ૪.૫ પાઉન્ડ એટલે કે ૨ કિલો સુધીનું હતું. ડોકટરોએ પણ આ ઘટનાનો અત્યંત દુર્લભ ગણાવ્યો હતો. તેમણે તેને લિથોપેડિયન નામની સ્થિતિ તરીકે વર્ણવી હતી. ડોક્ટરે કહ્યું, ‘આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયને બદલે પેટમાં ગર્ભનો વિકાસ થાય. બાળકમાં સતત લોહીની ઉણપના કારણે ગર્ભ વિકસિત થતો નથી. પેટમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો ન હોવાથી ભ્રૂણ પથ્થરમાં ફેરવવા લાગે છે. મહિલાના શરીરમાંથી મળી આવેલો બેબી સ્ટોન પણ આ જ કારણસર બન્યો હતો.SSS