Western Times News

Gujarati News

૩૬ કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરી હુમલો થશે

હુમલાની આશંકાને કારણે અમેરિકાએ કાબુલ એરપોર્ટના ગેટ પરથી પોતાની સેના હટાવીઃ સ્થિતિ અત્યંત ખતરનાક

વૉશિંગ્ટન,  કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાનું જાેખમ ટોળાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને શનિવારના રોજ જણાવ્યું કે, આગામી ૨૪થી ૩૬ કલાકમાં એરપોર્ટ પર ફરીથી આતંકી હુમલો થશે.

હુમલાની આશંકાને કારણે અમેરિકાએ એરપોર્ટના ગેટ પાસેથી પોતાના સૈનિકોને હટાવી લીધા છે. હવે આ ગેટ્‌સની સુરક્ષાની જવાબદારી તાલિબાનને સોંપવામાં આવી છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કાબુલમાં વધુ એક આતંકવાદી હુમલાની ચેતવણી આપતાં કહ્યું કે, ત્યાંની સ્થિતિ અત્યંત ખતરનાક છે અને આતંકી હુમલોનું જાેખમ ઘણું વધારે છે. મારા કમાન્ડર્સે મને જણાવ્યું કે, આગામી ૨૪થી ૩૬ કલાકમાં ત્યાં વધુ એક આતંકવાદી હુમલો થઈ શકે છે. આ સિવાય તેમણે કહ્યું કે, કાબુલમાં થયેલા પ્રથમ હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે.

જાે બાઈડને જણાવ્યું કે, મેં અમારી નેશનલ સિક્યોરિટી ટીમ સાથે બેઠક કરી છે. તેમાં અફઘાનિસ્તાનમાં ૈંજીૈંજી-દ્ભ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાની ચર્ચા કરવામાં આવી. મેં તેમને જણાવ્યું કે, કાબુલમાં આપણા સૈનિકો અને નિર્દોષ લોકોના જીવ લેનારા આતંકવાદી સંગઠન પર કડક કાર્યવાહી કરતા રહીશું.

અફઘાનિસ્તાનના નાંગહાર વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ-કે પર કરવામાં આવેલો હુમલો અંતિમ હુમલો નહોતો, અમેરિકન સૈનિકોને કોઈ પણ પ્રકારને નુકસાન પહોંચાડનારા લોકોએ તેની કિંમત ચુકવવી પડશે. બાઈડને કાબુલ એરપોર્ટ હુમલામાં જીવ ગુમાવનારા ૧૩ સૈનિકોને શનિવારના રોજ શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં અમેરિકન સૈનિકો સહિત અનેક લોકોના જીવ ગયા હતા. આ હુમલામાં અફઘાનિસ્તાનના અનેક નિર્દોષ નાગરિકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તાલિબાનનો દાવો છે કે તેમના પણ અમુક સભ્યો આ હુમલામાં મૃત્યુ પામ્યા છે. તાલિબાને હુમલાની નિંદા કરી હતી.

તાલિબાનની દલીલ હતી કે, આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી અમેરિકાન સેનાના હાથમાં હતી. આ આત્મઘાતી હુમલામાં મોતનો આંકડો ૧૭૦ પર પહોંચ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.