૩6 કલાક સુધી હીંચકા પર ઝૂલ્યાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
લંડન, હીંચકા પર ઝૂલતા રહેવું દુનિયાના કરોડો લોકોના મનગમતો ટાઈમપાસ છે. પરંતુ તમે કેટલો સમય હીચકા પર ઝુલી શકો ? કલાકો સુધી હીંચકા પર બેસી રહેવું સરળ નથી પરંતુ ઈગ્લેન્ડમાં રહેતા રીચર્ડ સ્કોર્ટે હીચકા પર 36 કલાક જેટલો સમય ગાળીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ગીનેશ વર્લ્ડ રેકોર્ડસના જણાવ્યા પ્રમાણે તેણે લોચ લુવલના ક્રિકેટ મેદાન પાસે શનીવારે સવારે ૬.૧૦ વાગ્યાથી હીંચકા પર બેઠો હતો. એ રવીવારે સાંજ સુધી બેઠો રહયો દરમ્યાન તેને દર એક કલાકે પાંચ મીનીટનો બ્રેક આપવામાં આવતો હતો.આ બ્રેકના સમયનો ઉપયોગ રવીવારે વહેલી સવારે ૩ વાગે નાનકડી ઉંઘ લેવા માટે કર્યો હતો.
તેણે ર૦ર૦માં કવીન લેવી નામની વ્યકિતએ સતત ૩૪ કલાક સુધી હીચકા પર બેસી રહેવાનો કરેો રેકોર્ડ તોડયો હતો. રેકોર્ડ બનાવ્યા તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે છેલ્લે મારા પગના ઉપરના ભાગમાં થોડો દુખાવો થયો હતો.
આ વર્ષની શરૂઆતમાં પોલેન્ડમાં વેલેજન રોમોનોવ્સ્કી બરફ ભરેલી ટાંકીમાં ૩6 કલાક અને ર૮ મીનીટ રહયો હતો. તેણે અગાઉના 2 કલાક ૩પ મીનીટે અને ૩૩ સેકન્ડો રેકોર્ડ તોડયો હતો. જાેકે એ પહેલા તેણે ૬ મહીના સુધી એ માટે તાલીમ લીધી હતી.