Western Times News

Gujarati News

૩૬ વર્ષે ટેલરને ૨૦૨૩નો વર્લ્ડ કપ રમવાની આશા

ઓકલેન્ડ: ન્યૂઝિલેન્ડના બેટ્‌સમેન રોસ ટેલરે કહ્યું કે ભારતમાં યોજાનાર વર્લ્‌ડકપ ૨૦૨૩ નિશ્વિતરૂપથી તેમની યોજનામાં સામેલ છે કારણ કે કોરોના વાયરસના કારણે લાગેલી બ્રેક બાદ તે પોતાના ટાર્ગેટમાં પોતાના કેરિયરને લાંબું કરવાની આશા લગાવીને બેઠા છે.

ટેલર (૩૬ વર્ષ) એ જોકે સ્વિકાર કર્યો છે કે વધુ ૩ વર્ષ રમવું તેમના માટે પડકાર હશે તેમછતાં તે વર્લ્‌ડકપથી અલવિદા કહેવા માંગે છે.  તે ૨૭ નવેમ્બરના રોજ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ થનાર પહેલી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ પહેલાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.

રોસ ટેલર કહ્યું કે વર્લ્‌ડકપ ૨૦૨૩ પહેલાં ફેબ્રુઆરી અને માર્ચમાં થવાનો હતો અને હવે વર્લ્‌ડકપ ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૩માં થશે, જેના માટે ૬ અથવા ૭ મહિના વધુ વધી જશે. ટેલરે કહ્યું કે તમારા નાના અને લાંબા સમયનું લક્ષ્ય હોવું જોઇએ અને વનડે વર્લ્‌ડ કપ નિશ્વિત રૂપથી મારી યોજનાનો ભાગ છે.

મારે તેના માટે કદાચ કેટલીક વસ્તુઓને તેના મુજબ બદલવી પડશે. મારી ઉંમર પણ ઓછી થતી નથી. તે મહત્વનું નથી કે હું કરી શકશી કે નહી પરંતુ એ ચોક્કસરૂપથી મારા લક્ષ્યમાંથી એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.