૩૬ શહેરોમાં મીની લોકડાઉન બાદ બજારો ખુલ્યા, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/salon-beauty-1024x768.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા ર્નિણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો વ્યૂહ ઘડ્યો હતો. જાેકે, આ વ્યૂહ કારગર નિવડતો લાગ્યો. આખરે ૪૦ દિવસો પછી કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યા છે અને સરકારે નિયંત્રણમાં મૂકેલા ૩૬ શહેરોની બજારોને આંશિક પરવાનગી સાથે આજથી બજારો ખોલવાની છૂટ આપવામાં આવી છે.
જેથી આજથી રાજ્યના ૩૬ શહેરોમાં મોલ-મલ્ટીપ્લેક્સ સિવાયની બજારો ખુલી ગયા છે અને બજારો રોનક જાેવા મળી રહી છે અને વેપારીઓ ખુશ છે. વેપારીઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. આ ર્નિણય ૨૭ મે સુધી અમલી રહેશે. જાેકે ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.
આજથી રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ ખુલી ગયા છે
જાે કે તમામ દુકાનો ૬ કલાક જ ખુલ્લી રહી હતી જયારે બપોરે ૩ વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહી હતી આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા , બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. સવારે ૯ થી બપોરે ૩ સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે. રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ ર્નિણય લેવાયો છે.
ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જાેવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી. તેથી વેપારીઓએ સરકારના આ ર્નિણયને આવકાર્યો છે. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મોટા માર્કેટ પણ ખૂલ્યા છે. અમદાવાદનું પ્રસિદ્ધ ગાંધી રોડ પરનું ઈલેક્ટ્રોનિક બજાર ખુલ્યું છે. લાંબા સમય બાદ બજારોમાં રોનક જાેવા મળી છે. સરકારના ર્નિણયથી વેપારીઓએ ખુશીખુશી દુકાનો ખોલી છે. વડોદરામાં આજથી દુકાન અને બજારો ખૂલ્યા છે. રાવપુરા વિસ્તારમાં સવારે ૯ વાગ્યાથી તમામ વેપારીઓએ દુકાનો ખોલી છે. તો પગરખાં, કપડાં, નાસ્તાની લારી, બેલ્ટ, લેડીઝ કપડાં, દરજી કામ કરતા વેપારીઓ, ફરસાણની દુકાનો સહિતના વેપારીઓએ દુકાનો ખોલી છે.
વેપારીઓએ સરકારનો આભાર માન્યો, અને હવે આવી જ રીતે ધંધો રોજગાર ચાલુ રાખવા દેવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ પગરખાના વેપારી ભરતભાઈએ કહ્યું કે, સરકારે ધંધો રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી વેપારીઓને ઓક્સિજન પૂરો પાડ્યો છે. અમે વેપારીઓ તમામ નિયમોનું પાલન કરી ધંધો રોજગાર કરશે.રાજકોટ જિલ્લાના ધોરાજીનું માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું છે.
સરકારની કોરોના અંગેની ગાઈડલાઇનના પાલન સાથે આજથી માર્કેટિંગ યાર્ડ શરૂ કરાયું છે. ૨૫ દિવસ સુધી કોરોનાની મહામારીને કારણે બંધ રહેલ ધોરાજી માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમી ઉઠ્યું છે. ફરી માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લહેર જાેવા મળી. ત્યારે ઘઉં, ધાણા અને જીરૂ સહિત ઉનાળુ મગફળી સહિતના પાકોની આવક થશે.