૩૭૦ની નાબૂદી શહીદ થયેલા જવાનોને આદર્શ શ્રદ્ધાંજલિ છેઃ અમિત શાહ
જમ્મુ કાશ્મીરમાં સ્થાયી શાંતિ તેમજ વિકાસ માટે તમામ પગલા લેવાયા છે – મોદીનો અમિત શાહે માનેલો આભાર
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા આપનાર બંધારણની કલમ ૩૭૦ને દૂર કરવાની બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એવા ૩૫ હજાર જવાનોને શ્રદ્ધાંજલિ છે જે રાજ્યમાં આતંકવાદ સામે લડતી વેળા પ્રાણોની આહૂતિ આપી ચુક્યા છે.
આરએએફના ૨૭માં સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. પરેડમાં નિરીક્ષણ કર્યા બાદ અમિત શાહે વિવિધ અભિપ્રાય આપીને સુરક્ષા જવાનોની પ્રશંસા કરી હતી. શાહે કહ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાના પરિણામ સ્વરુપે જમ્મુ કાશ્મીરમાં સ્થાયી શાંતિ આવશે અને વિકાસ તરફ રાજ્ય આગળ વધશે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એને નાબૂદ કરી દીધી છે.
શાહે ઉમેર્યું હતું કે, Âસ્થતિ એ હતી કે, ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં અમારા જવાનો પ્રાણોની આહૂતિ આપી રહ્યા હતા. આ Âસ્થતિ છેક ૧૯૭૦થી પ્રવર્તી રહી હતી પરંતુ Âસ્થતિમાં સુધારો કરવા માટે કોઇની પાસે હિંમત અને સાહસ દેખાતા ન હતા જેના લીધે આની અવગણના કરવામાં આવી રહી હતી. શાહે ૩૭૦ને દૂર કરવાના નિર્ણય બદલ સીઆરપીએફના મંચ પરથી મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, સીઆરપીએફના જવાનો કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા છે.
તેઓ કાશ્મીર અને ભારતના લોકોને વિશ્વાસ અપાવવા માંગે છે કે, જમ્મુ કાશ્મીર વિકાસના માર્ગ ઉપર આગળ વધશે. અમારા દળો કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા આડે અડચણો ઉભી કરનાર પર નજર રાખશે અને યોગ્ય પગલા લઇને શાંતિ સ્થાપિત કરશે. ત્રાસવાદ સામે કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં Âસ્થતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.