૩૭૦ની વાપસી વિના ભારત સાથે સંબંધ સામાન્ય નહીં : પાકિસ્તાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Imran-scaled.jpg)
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બલુચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓનો આરોપ ભારત પર નાખતા કહ્યું કે જયાં સુધી કલમ ૩૭૦ને પાછી લેવાશે નહીં ત્યાં સુધી ભારતની સાથે સંબંધ સામાન્ય થઇ શકે તેમ નથી
અમેરિકી મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ભારત પર બલુચિસ્તાનમાં આતંક ફેલાવવાનોે આરોપ લગાવતા કહ્યું કે ભારત અફધાનિસ્તાનનો ઉપયોગ કરી બલુચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓને પરિણામ આપી રહ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે પાકિસ્તાન અને ભારતના સંબંધ કાશ્મીરમાં કલમ ૩૭૦ સહિત કેટલાક નિર્ણય પાછા લીધા બાદ જ સામાન્ય થઇ શકે છે.
પાકિસ્તાની રાષ્ટ્રપતિ અફગાન શાંતિ પ્રક્રિયા પર નિવેદન આપતા કહ્યું કે યુધ્ધગ્રસ્ત દેશથી અમેરિકી સૈન્ય વાપસીનો નિર્ણય ત્યાંથી શાંતિ માટે સકારાત્મક પગલુ છે તેમણે કહ્યું કે પાક અને અમેરિકા વચ્ચે સંબંધોમાં સુધાર થઇ રહ્યો છે અમેરિકી સેનાી વાપસી એક સ્વાગત યોગ્ય પગલુ છે.પાકિસ્તાન અફગાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાના યથાસંભવ પ્રયાસ કરશે પાકિસ્તાનના આંતરિક મામલાના સંબંધમાં તેમણે કહ્યું કે અનેક મહત્વપૂર્ણ મામલા વિરોધ પક્ષોના સહયોગના અભાવમાં પુરા થઇ શકયા નથી
પાકમાં ધાર્મિક સંગઠન તહરીક એ લબ્લેકની હિંસા પર તેમણે કહ્યું કે આ મામલો સંસદમાં વિચારાધીન છે આવી સ્થિતિમાં કંઇ પણ કહેવા અભિવ્યક્તિની સ્વતંત્રતાને ઠેંસ પહોચાડવા સમાન હશે એ યાદ રહે કે પાકિસ્તાન અફગાનિસ્તાનમાં તાલિબાનને આશ્રય આપી આતંક ફેલાવવાના મામલાાં પુરી દુનિયાની સામે બેનકાબ થઇ ચુકયુ છે.
આ પહેલા પણ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ કહ્યું હતું કે જયાં સુધી કાશઅમીર મુદ્દાનું સમાધાન થશે નહીં ત્યાં સુધી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થઇ શકે તેમ નથી એ યાદ રહે કે ભારતે પાકિસ્તાની નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ કાશ્મીર મુદ્દા પર કોઇ પણ વાતચીતને રદ કરી દીધી છે આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ વાજવાએ પણ શાંતિ વાર્તાની પેશકશ કરી હતી વિદેશ મંત્રાલય સતત એ કહી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર દેશનો અભિન્ન અને અવિભાજય અંગ છે અને એ પડોસી પર નિર્ભર કરે છે કે તે ભારતની સાથે કેવી સંબંધ રાખવા ઇચ્છે છે.