૩૭ તાલુકામાં વર્ષા, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદ
ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી મંદ પડેલું ચોમાસુ ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી આગામી ૧૧થી ૧૩ જુલાઇ સુધીમાંદક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ, ભાવનગરનાં અનેક તાલુકાઓમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.
રાજ્યમાં શનિવારની સવારથી ચાર વાગ્યા સુધીમાં ૩૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ૦૨ઃ૦૦ થી ૦૪ઃ૦૦ સુધીમાં ૩૦ થી તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સુરત સિટીમાં ૨ કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢના માળિયામાં બે કલાકમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયામાં સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને નવસારીના જલાલપોરમાં છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો છે.
રાજ્યમાં શનિવારે સવારથી બે વાગ્યા સુધીમાં ૧૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જૂનાગઢના કોડિનાર માં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.