૩૮ મુસાફરો સાથેનું ચીલીનું લશ્કરી વિમાન ગુમ થયુઃએરફોર્સ
(એજન્સી) ચીલી, ચીલીનું એક લશ્કરી વિમાન જેમાં ૩૮ મુસાફરો હતા એ વિમાનેદેશના દક્ષિણ ભાગના એરબેસથી ઉડાન ભર્યા પછી મુખ્ય કંટ્રોલ મથક સાથે સંપર્ક ગુમાવ્યો હતો. ચીલીના એરફોર્સ આ માહિતી આપતાં જણાવ્યુ હતુ કે વિમાનમાં ૧૭ કર્મચારીઓ અને ર૧ મુસાફરો હતા. ચીલીના ચિંતાતુર રાષ્ટ્રપતિ સેબેસ્ટીઅન પિનેરા જે પોતાના દેશમાં ગૃહયુધ્ધનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે એ ગૃહમંત્રી સાથે પુન્ટા અરેનાસની મુલાકાત લેશે. ત્યાં ગયા પછી એ રક્ષામંત્રી અલબર્ટો એસ્પીના સાથે મુલાકાત કરશે અને વિમાનની શોધખોળ શરૂ કરવા પ્રયાસ કરાશે.
એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે એસી-૧૩૦ હર્ક્યુલસ એરક્રાફટે પુન્ટા અરેનાસથી સ્થાનિક સમયે ૧૬.પપ કલાકે ઉડાન ભરી હતી. એ પ્રસેડિેન્ટ ઉડ્રારાડો ફ્રેઈ એન્ટાર્ટિકા તરફ જઈ રહ્યા હતા. પણ વિમાને સાંજે ૬.૧૩ કલાકે કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. ગુમ થવાની સાથે એરફોર્સ કટોકટીની જાહેરાત કરી હતી. અને વિમાનની શોધખોળ શરૂ કરી હતી.
આ ઘટના દશમાં થઈ રહેલ અન્ય ઘટનાઓમાંથી એક છે. છેલ્લા બે મહિનાથી ચીલીમાં સરકાર સામે આંદોલન ચાલી રહ્યા છે. સામાજીક, આર્થિક અસમાનતા અને રાજકારણીઓની બેદરકારીના કારણે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રકારની હિંસક ઘટનાઓના લીધે ર૬ વ્યÂક્તઓના મોત થયા છે. અને ૧ર હજારથી વધુ લોકો ઘવાયા છે.