૩ કરોડનું બીચ હાઉસ એકાએક દરિયાના મોજાથી તબાહ થયું
નવી દિલ્હી, જાે અત્યાર સુધી ક્લાઈમેટ ચેન્જની બાબતો વિશે આપણી આંખો ખુલી નથી, તો આપણે આપણી આસપાસ જાેવાની જરૂર છે. પૃથ્વી કેવી રીતે જાેખમમાં છે અને કુદરતનું બદલાયેલું સ્વરૂપ માનવ માટે કેટલું જાેખમી સાબિત થઈ શકે છે.
અમેરિકાનાના નોર્થ કેરોલિના બીચ પરનું એક બીચ હાઉસ જે રીતે દરિયાના મોજાથી તબાહ થઈ ગયું, તે વિડીયો જાેયા પછી કંઈ કહેવાની જરૂર નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અમેરિકાની નેશનલ પાર્ક સર્વિસે શેર કર્યો છે.
૧૦ મેના રોજ બનેલી આ ઘટનાનો એક વીડિયો ટિ્વટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં મોજાં અને જાેરદાર પવનથી ઘર નીચે પડતું જાેવા મળે છે. ઘરના નીચેના ભાગને જડમૂળથી ઉખેડી નાખ્યા બાદ મોજા તેને પોતાની સાથે લઈ જાય છે. આ ઘર ખાલી પડેલું હતું અને હેટેરસ આઇલેન્ડની બહાર બાંધવામાં આવ્યું હતું. મુખ્ય ભૂમિથી ૪૮ માઈલ દૂર બનેલું આ ઘર દરિયાકાંઠાના પૂરનો શિકાર બન્યું છે.
યુએસ નેશનલ પાર્ક સર્વિસના અધિકારીઓએ વીડિયો શેર કરીને માહિતી આપી છે કે એક જ દિવસમાં આ રીતે પડતું આ બીજું અદભૂત બીચ હાઉસ છે. મકાન ધરાશાયી થવાના થોડાક સેકન્ડ પહેલા વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને મોજામાંથી ઘર પડવાની ઘટના સ્પષ્ટપણે જાેઈ શકાય છે.
હાલમાં આ વિસ્તાર લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ વાવાઝોડાને કારણે ત્યાં હાજર વધુ ૯ મકાનો જાેખમમાં છે. અહેવાલ અનુસાર, જે ઘર પડવાથી નાશ પામ્યું હતું, તેની કિંમત ફ્ર૩૦૮,૦૦૦ એટલે કે ભારતીય ચલણમાં લગભગ ૨ કરોડ ૯૨ લાખ રૂપિયા હતી.
આ વિસ્તારમાં ૧૫ ફૂટ ઉંચા મોજાઓ ઉછળી રહ્યાં છે, જે અહીં મોજૂદ દરિયાઈ ઘરોને નષ્ટ કરી રહ્યા છે. આ ખતરનાક ફૂટેજ જાેયા બાદ લોકોએ તેમના તરફથી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
એક યુઝરે કહ્યું કે ઓથોરિટીએ ઘર બચાવવા માટે કંઈક કરવું જાેઈએ, જ્યારે બીજા યુઝરે લખ્યું- આવા મકાનો બનાવનારાઓને પૈસા ન મળવા જાેઈએ અને તેથી ઘરોને વીમો પણ મળવો જાેઈએ નહીં. ઘણા લોકોએ તેને ક્લાઈમેટ ચેન્જની સીધી અસર ગણાવી હતી.SSS