૩ ગામ એવા છે જ્યાં વરરાજા લગ્નમાં જાન લઈને જતા નથી
છોટાઉદેપુર: લગ્નમાં વાજતે ગાજતે વરઘોડો નીકળે.પરંપરા મુજબ લગ્ન થતા હોય પરંતુ તેમાં વરરાજા જ ન હોય તો.વિચારીને જ નવાઈ લાગે છે.પરંતુ ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યા આ હકીકત છે.જેના લગ્ન હોય તે માંડવે નહીં પણ ઘરમાં પુરાઈને રહે છે.તેની પાછળ પણ છે અનોખો ઈતિહાસ. કહેવત છે કે બાર ગામે બોલી બદલાય.પરંતુ આપણા દેશમાં તો રિવાજાે પણ પ્રાંત વાઈસ બદલાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશને અડીને આવેલા ૩ ગામ એવા છે
જ્યાં વરરાજા લગ્નમાં જાન લઈને નથી જતા.પરંતુ વરરાજા બહેને ઘોડી પર બેસી વાજતે ગાજતે જાન લઈને જાય છે. છોટાઉદેપુરમાં આદિવાસી વસ્તી ધરાવતા ગામ સુરખેડા, સનાડા અને અંબાલામાં આ અનોખી પરંપરા છે.જેમાં વરરાજા જાનમાં નથી જતા પરંતુ તેના બદલે તેની બહેન જાય છે.છે.બહેન હાથમાં તલવાર અને વાંસની એક ટોપલી હાથમાં લઈને જાય છે.
વરરાજા શેરવાની પહેરીને ઘરમાં પુરાઈને બેસી રહે.બહેન પરણીને ઘરે આવી ભાભીને સોંપે છે.ત્યાર બાદ અમુક વિધિ બાદ પત્ની સાથે વરરાજા ઘર-સંસારની શરૂઆત કરે છે. કુળદેવતા નારાજ થતા હોવાની માન્યતાથી લગ્નવાળા દિવસે વરરાજા ઘરમા જ પુરાઈને બેસે છે.અને તેની કુંવારી બહેન ઘોડીએ ચડી ભાભીને પરણવા જાય છે.સગી બહેન ન હોય તો કઝિન પણ પરણવા જઈ શકે છે.પરંતુ લગ્નવાળા દિવસે વરરાજા કોઈ પણ કાળે ઘરની બહાર નથી નીકળી શકતા.આ અનોખી પરંપરા અને અનોખા લગ્ન આ ત્રણ ગામની ઓળખ બની ગઈ છે. આપણા દેશમાં અનેક પરંપરાઓ જાેવા મળે છે.શાસ્ત્રો મુજબ વિધિ મુજબ લગ્ન થતા હોય છે.