૩ ઘૂસણખોરો ઠાર મરાયા, ૩૬ કિલો ડ્રગ્સ મળ્યું
(પ્રતિનિધિ) શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા સેક્ટરમાં ૩ ઘૂસણખોરોને ઠાર કર્યા છે. BSF kills 3 Pak drugs smugglers in Jammu seizes 36kg of narcotics
માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી ૩૬ કિલો ડ્રગ્સ પણ મળી આવ્યું છે. અત્રે જણાવવાનું કે ગત ૩૧ જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના ૪ આતંકીઓને ઠાર કર્યા હતા. હુમલામાં જૈશ કમાન્ડર ઝાહિદ વાની પણ માર્યો ગયો હતો.
આ તમામ આતંકીઓની મૂવમેન્ટ ૧૯ ડિસેમ્બરના રોજ પુલવામા પાસે ટ્રેક કરાઈ હતી પરંતુ ત્યારબાદ તમામ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.
અત્રે જણાવવાનું કે જૈશ કમાન્ડર ઝાહિદ વાની, એક લોકલ અને એક પાકિસ્તાની આતંકી સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં પોલીસકર્મીઓ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. પરંતુ તે પોતાના મક્સદમાં સફળ થઈ શક્યો નહીં અને સુરક્ષાદળોએ તેને ઠાર કર્યો.