Western Times News

Gujarati News

૩ બાળકોના મુદ્દે શ્રીવાસ્તવએ પત્રકારને જાહેરમાં ધમકી આપી

વડોદરા, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માટે વિવાદ જાણે કોઈ નવી વાત જ ના હોય તેમ હવે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે પત્રકારને ધમકી આપી ફરી વિવાદ ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવનો દીકરો અપક્ષ ચૂંટણી લડી રહ્યો હોવાના કારણે તેની જાેરદાર ચર્ચા ચાલી રહી છે, તેવામાં તેમના દીકરાને ત્રણ બાળકો છે તેવી વાત સામે આવતા આ અંગે પત્રકારોએ મધુ શ્રીવાસ્તવને સવાલ પૂછતા ભાજપના આ બાહુબલિ ધારાસભ્યને ગુસ્સો આવી ગયો હતો.

મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ધમકી આપી હતી કે જાે હવે કોઈએ તેમના દીકરાને ત્રણ સંતાન હોવાની વાત કરી તો તેઓ તેના પર દાવો ઠોકશે. તેમણે કહ્યું હતું કે તમારી પાસે પુરાવા હોય તો લાવો, બાકી હવે આવી વાત કરતા પહેલા વિચારજાે. પત્રકાર દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે ભાજપના નેતાઓ આવી વાત કરી રહ્યા છે ત્યારે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેમના પણ મને નામ આપો, હું તેમની સામે પણ કેસ કરીશ.

પત્રકારોના સવાલ સાંભળીને વિફરેલા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમના દીકરાએ અપક્ષ તરીકે ચૂંટણી ફોર્મ ભર્યું છે અને તે માન્ય રહેશે કે નહીં તેનો ર્નિણય ચૂંટણી અધિકારીએ કરવાનો છે, તમે આ અંગે બોલનારા કોણ છો? શ્રીવાસ્તવે તો ત્યાં સુધી કહી દીધું હતું કે વાઘોડિયા વોર્ડ નંબર ૧૫ના તમામ ૪૭ હજાર લોકો તેના છોકરા જ છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો હતો કે તેમનો દીકરો એક હજાર ટકા ચૂંટણી લડવાના છે અને તેમાં કોઈ નવાઈ નથી. તેમણે પત્રકારોને ધમકાવતા ત્યાં સુધી કહી દીધું હતું કે હવે આવા સવાલ પૂછ્યા તો કોઈને ઉભા પણ નહીં રાખું.

જાેકે, વાત આટલેથી પૂરી ના થઈ. એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારે જ્યારે મધુ શ્રીવાસ્તવને પૂછ્યું કે તેમના દીકરા જે વોર્ડમાંથી ી ટક્કર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે છે.. તેમને તેઓ કઈ રીતે ટક્કર આપશે? આ સવાલ સાંભળતા જ પહેલાથી ગુસ્સામાં રહેલા મધુ શ્રીવાસ્તવ ઓર ભડકી ગયા હતા, અને તેમણે પત્રકારને સીધેસીધી ધમકી આપતા કહ્યું હતું કે, ‘સીધા સવાલ પૂછ, નહીંતર તને બતાવી દઈશ… અહીં માણસને બોલાવીને ઠોકાઈ દઈશ.’

અત્રે ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ પત્રકારોને ધમકી આપવાના તેમજ ચૂંટણી મંચ પરથી મતદારોને ધમકાવવાના આરોપોનો પણ સામનો કરી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે એક ચૂંટણી સભામાં ભાજપને મત ના આપનારા લોકોને ઠેકાણે પાડી દેવાની વાત કરી હતી. જાેકે, પાછળથી તેમણે પોતાના આ નિવેદનનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ ગુજરાતી નથી જાણતા.. ઠેકાણે પાડી દેવાનો તેમનો મતલબ લોકોને કામધંધે લગાડી દેવાનો હતો. આ ઘટના બાદ મધુ શ્રીવાસ્તવનો ઈન્ટર્વ્યુ કરવા ગયેલા એક ખાનગી ચેનલના પત્રકારને પણ તેમણે ધમકી આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.