૩ વાગ્યા પછી દુકાન ખુલ્લી હશે તો થશે કાયદેસરની કાર્યવાહીઃ ડીજીપી
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આંશિક નિયંત્રણે લગાવીને નાના વેપારીઓને રાહત આપી છે. આ સાથે જ ૯ઃ૦૦થી ૩ કલાક સુધી જ વેપાર રોજગાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ૩ વાગ્યા સુધી જ વેપાર રોજગાર ચાલુ રાખી શકાશે જાે ૩ કલાક પછી કોઇપણ વેપારી પોતાનો વેપાર ચાલુ રાખ તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં ૫૦ વ્યક્તિઓ ફિક્સ કરવામાં આવ્યા હતા જ્યારે અંતિમવિધિમાં ૨૦ વ્યક્તિઓની જ હાજરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે લગ્ન બાબતે રાજ્ય સરકારે ઓનલાઈન અરજી કરીને લગ્નની પરવાનગી માટેની સૂચના આપી હતી. આ બાબતે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨,૦૪૧ લગ્નમાં પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૯ ગુના વગર માસ્ક અને ૫૦થી વધુ લોકો સામેલ હોય તેવા ૧૧ કેસ દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે કાયદા ભંગના કેટલા ગુના નોંધાયા
આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ૩૬ જિલ્લામાં રાત્રી કરફ્યૂ અને દિવસના પ્રતિબંધ લાગુ છે, ત્યારે ૨૦ મેના રોજ કલમ ૧૮૮ના ભંગ બદલ ૨,૬૩૫ ગુનાઓ, માસ્ક વગર ૧૦,૦૪૩ ગુનાઓ અને કુલ ૧,૫૬૧ વાહનોની જપ્તી કરવામાં આવી છે. ગત ૧ વર્ષમાં કરફ્યૂમાં ૪.૫૦ લાખ ગુનાઓ માસ વગરના ૩૩ લાખ ગુનાઓ અને કરફ્યૂ દરમિયાન વાહન ચલાવવામાં નોંધાયા છે. આમ કુલ ૬.૫૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.મેડિકલ માફિયા વિરુદ્ધ ગુનાઓરાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી ગયો છે,
પરંતુ કોરોના બાદ મ્યુકર માઇકોસીસની બીમારી પણ હવે મહામારી જાહેર થઇ છે. તેમના ઇન્જેક્શન પણ બજારમાં ઉપલબ્ધ નથી, ત્યારે આ ઇન્જેક્શનમાં પણ હવે લોકો કાળા બજાર કરવા લાગ્યા છે. પોલીસ દ્વારા મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શન બ્લેકમાં વેચાણ કરતા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઓક્સિજન માટે અમદાવાદ અને સુરતમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે. રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં કુલ ૪૩ ગુના દાખલ કરીને ૧૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.