૩.૪૬ લાખ નવા કેસ સાથે વધુ એક રેકોર્ડ, બેંગલુરુમાં વધુ એક્ટિવ કેસ
નવી દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં નવા કેસોએ ફરી એકવાર ૩.૪૬ લાખની નવી ટોચને સ્પર્શ કરી છે. જ્યારે શુક્રવારે મૃત્યુઆંક પણ ૨૬૦૦ પહોંચીને નવો વિક્રમજનક રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં હવે છેલ્લા ત્રણ દિવસમાં ૧૦ લાખ (૯. .૯ લાખ) ની નજીક નવા કેસનો અહેવાલ મળ્યો છે, જ્યારે શુક્રવાર સતત ચોથો દિવસ હતો, જેમાં ભારતમાં ૨૪ કલાકમાં ૨૦૦૦થી વધુનાં મોત યા હોય. ભારતમાં હાલની કોરોના સ્થિતિને દુનિયાના બીજા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશો સાથે સરખાવામાં આવે તો ગુરુવારે બ્રાઝિલમાં ૭૯,૭૧૯ કેસ નોંધાયા જ્યારે યુ.એસ. માં ૬૨,૬૪૨ અને તુર્કીમાં ૫૪,૭૯૧ નવા કેસ સામે આવ્યા હતા.
દુનિયાના આ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી કોઈ પણ ભારતના આંકડાની નજીક પણ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કોરોનાના કુલ ૯.૯ લાખ નવા કેસમાંથી નોંધપાત્ર ૩૭% એકલા ભારતમાંથી નોંધાયા છે. જ્યારે એક તરફ મુંબઈ અને દિલ્હી સમાચારોમાં મથાળા બન્યા છે પરંતુ બીજી તરફ બેંગલુરુ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુરુવારે બેંગલુરુમાં ૧.૫ લાખ એક્ટિવ કેસ હતા. જ્યારે તેના બાદ બીજાે જિલ્લો પુણે છે જ્યાં ૧ લાખ જેટલા એક્ટિવ કેસ હતા. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા ૧૦ જિલ્લા પૈકા પાંચ જિલ્લા મહારાષ્ટ્રમાં છે, પુણે, મુંબઈ, નાગપુ, થાણે અને નાશિક.
જાેકે નો ડેટા દર્શાવે છે કે હૈદરાબાદ આ તમામ શહેરો કરતા વધારે ૯૪૦૦૦ એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો છે. આ ઉપરાંત દેશના ટોપ ૧૦ જિલ્લાના લિસ્ટમાં લખનૌ, ગૌહાટી અને અમદાવાદનો સમાવેશ થાય છે. દિલ્લી માટે જિલ્લા અનુસાર આંકડાનું પૃથ્થકરણ હજુ ઉપલબ્ધ નથી જેના કારણે તેને આ ગણતરીમાં સામેલ કરવામાં આવ્યું નથી. દિલ્હીમાં કુલ ૧૧ જિલ્લા આવ્યા છે
જેમાં બધુ મળીને કુલ ૧ લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે. બેંગલુરુનો એક્ટિવ કેસ આંકડો ચાર રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રેદશ, કેરણ અને પોતાના રાજ્ય કર્ણાટક કરતા પણ વધારે છે. હકીકતમાં કર્ણાટકના કુલ એક્ટિવ કેસ પૈકી ૭૦ ટકા એક્ટિવ કેસ એકલા બેંગલુરુના છે. હવે જ્યારે આરોગ્ય સિસ્ટમ પર પડતા ભારણ અંગે વિચારવામાં આવે ત્યારે ટોટલ કેસના આંકડા કરતા એક્ટિવ કેસના આંકડા વધુ મહત્વના બની જાય છે. તેવામાં આ ટોપ ૧૦માં સામેલ કેટલાક જિલ્લાઓ દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરો કરતા ઓછી વસ્તી ધરાવે છે
છતા વસ્તીની દ્રષ્ટીએ એક્ટિવ કેસની ટકાવારી ખરેખર ચિંતાજનક છે. કારણ કે આ જિલ્લાઓમાં આ બંને શહેરો કરતા આરોગ્ય સેવાઓ પણ ઓછી હોવાની શક્યતા પૂરેપૂરી છે. રાજ્ય અનુસાર જાે એનાલિસિસ કરવામાં આવે તો શુક્રવારે કુલ ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે
જેમાં એક દિવસમાં વધારો ખૂબ મોટો છે. જેમાં કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, ઓડિશા, રાજસ્થાન, છત્તિસગઢ, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, અને ચંડીગઢનો સમાવેશ થાય છે. રાજ્યો પૈકી સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાંથી ૬૬,૮૩૬ નોંધાયા છે. જે બાદ ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, અને દિલ્હી દરેકમાંથી ૨૦૦૦૦ કરતા વધુ કેસ નોંદાયા છે. તો કોરોનાથી મૃત્યુ મામલે પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં શુક્રવારે ૭૭૩ લોકોના મોત થાય છે. જે દેશના શુક્રવારના કુલ મૃત્યુઆંકના ૩૦ ટકા છે.