૪થી ૧૦ નવે. સુધી મોબાઈલ પોર્ટેબિલિટી સેવા બંધ રહેશે
નવી દિલ્હી, જો તમારે તમારો મોબાઈલ નંબર કોઈ અન્ય નેટવર્કમાં શિફટ એટલે કે પોર્ટ કરાવવો હોય તો તમારી પાસે ૪ નવેમ્બર સુધીનો સમય છે. ત્યાર બાદ થોડા દિવસ માટે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સેવા બંધ રાખવામાં આવનાર છે. અહેવાલો અનુસાર દેશમાં ૪થી ૧૦ નવેમ્બર સુધી મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સુવિધાનો લાભ લઈ શકાશે નહી. કારણ કે ૧૧ નવેમ્બરથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નવા નિયમ અમલી બનશે અને ત્યારબાદ તમારે નવા નિયમ અનુસાર તમારો નંબર પોર્ટ કરાવવો પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના એક અધિકારીના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા હેઠળ જા કોઈ ગ્રાહકને મોબાઈલ કંપની બદલવી હશે તો આ પોર્ટેબિલિટીની પ્રક્રિયા બે કાકાજના દિવસમાં પુરી કરવી પડશે, જયારે એક સકલથી બીજા સૃકલ માટે નંબર પોર્ટેબિલિટીની પ્રક્રિયા પાંચ દિવસમાં પૂરી કરવામાં આવશે. નવી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વ્યવસ્થા વધુ ઝડપી અને સરળ રહેશે, તેમાં ઓછામાં ઓછો સમય લાગશે.