૪૦૦ કરોડના ૭૭ કિલો ડ્રગ સાથે પાકિસ્તાનની એક બોટ ઝડપાઇ
ગાંધીનગર, છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, ત્યારે આજે આ દિશામાં વધુ એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ૪૦૦ કરોડના ૭૭ કિલો ડ્રગ સાથે પાકિસ્તાનની એક બોટ ઝડપાઇ હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે.
કચ્છના જખૌ દરિયા કિનારેથી ૬ પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના આ દૂષણને પકડવા માટે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી ૪૦૦ કરોડ રૂપિયાનું ૭૭ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન ૬ પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ હીં, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જાેડાયેલા છે.
તમામ પાસાઓને આવરી લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર હમણાંથી જબરું ફાલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાની ઘટનાઓ એક પછી એક ખુલી રહી છે.
છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે.SSS