૪૦૦ દુકાનો આગમાં સળગીને ખાખ, ફાયર અધિકારીનું મૃત્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
પુના: પુનાના કેમ્પ વિસ્તારમાં આવેલા ફેશન સ્ટ્રીટ માર્કેટની દુકાનોમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. અહીં નાની-મોટી કપડાની ૪૫૦ જેટલી દુકાનો એકબીજા સાથે જાેડાયેલ હોય છે. એવામાં અચાનક લાગેલી ભીષણ આગ માર્કેટની દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. લગભગ ૪૦૦ જેટલી દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલ સુધી જ્યાં શાનદાર દુકાનો હતી, હવે ફક્ત રાખનાં ઢગલા બચ્યા છે. આ ઘટનાનું દુખ ભરી વાત તે છે કે આગ બુઝાવવા પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારી પ્રકાશ હસબે ઇજાગ્રસ્ત થયા હતા અને શનિવારે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પુણે ફાયર વિભાગના જણાવ્યા મુજબ રાત્રે ૧૧ વાગે લાગેલી આગ પર મોડી રાત્રે લગભગ ૧ વાગે ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો હતો. આ આગમાં ફેરિયાઓ અને દુકાનના માલિકોને કરોડોનું નુકશાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ એ જ ફેશન સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં પુણેનાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા પહોંચે છે. આ માર્કેટ મિની માર્કેટ તરીકે પણ ઓળખાય છે. આગા લાગયાની ઘટનાની જાણ થતાં જ ફાયરની ૧૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પુણે કેંટોનમેન્ટ બોર્ડના સીઇઓ અમિત કુમારે જણાવ્યુ હતું કે અચાનક ભીષણ આગ લાગવાથી સમગ્ર ફેશન સ્ટ્રીટ સળગીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે જે શિવાજી માર્કેટની ઘટના બાદ ફરીથી બની છે. ફેશન સ્ટ્રીટ પર આગ સુરક્ષાનો મુદ્દો તંત્ર સામે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.
પુણે ફાયર અધિકારી પ્રશાંત રાનિપે જણાવ્યુ હતું કે ઘટનાસ્થળે લગભગ ૧૬ ફાયર ટેન્કર અને ૨ પાણીના ટેન્કર પહોંચ્યા હતા. મોડી રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર ૧૦ અધિકારીઓએ સહિત ૬૦ ફાયરના કર્મચારીઓ ઉપસ્થિત હતા.