૪૦૦ વર્ષ બાદ ગુરૂ-શનિનું અંતર માત્ર ૦.૧ ડીગ્રી હશે
નવી દિલ્હી, આગામી ૨૧ ડિસેમ્બર અને સોમવારના રોજ અદભૂત ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. આ દિવસે ગુરુ અને શનિ ગ્રહ એકદમ નજીક આવી જશે. આ બંને ગ્રહો માત્ર ૦.૧ ડિગ્રીના અંતરે રહેશે. આ ઘટના ગ્રેટ કંજક્શન કહેવાય છે. આ સાથે ૨૧ તારીખના રોજ વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે.
દર ૨૦ વર્ષે ગુરુ અને શનિ એકબીજાની નજીક આવે છે, પરંતુ આ વર્ષે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર ૦.૧ ડિગ્રી જ રહેશે. આવું લગભગ ૪૦૦ વર્ષ પછી બની રહ્યું છે. આ પહેલાં ૧૬૨૩માં આ બંને ગ્રહો આટલાં નજીક આવ્યાં હતાં. આ વર્ષ પછી ૧૫ માર્ચ ૨૦૮૦માં બંને ગ્રહો ગુરુ-શનિ આટલા નજીક જાેવા મળશે.
સૌર મંડળનો પાંચમો ગ્રહ ગુરુ અને શનિ છઠ્ઠો ગ્રહ છે. જૂપિટર એટલે ગુરુ ગ્રહ ૧૧.૮૬ વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે. શનિને લગભગ ૨૯.૫ વર્ષ સૂર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દર વર્ષે ૧૯.૬ વર્ષમાં આ બંને ગ્રહો નજીક આવે છે, જેને આકાશમાં સરળતાથી જાેઇ શકાય છે. આ સ્થિતિને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે.
આ પહેલાં વર્ષ ૨૦૦૦માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જાેઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન ૫ નવેમ્બર ૨૦૪૦ના રોજ, ૧૦ એેપ્રિલ ૨૦૬૦ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન ૧૫ માર્ચ ૨૦૮૦ના રોજ જાેવા મળશે. હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જાેવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જાેડ જાેવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ ગુરુ છે અને ઓછો ચમકતો ગ્રહ શનિ છે. આ બંને ગ્રહ લગભગ ૮ વાગે અસ્ત થઇ જાય છે એટલે ૮ વાગ્યા પછી જાેવા મળતાં નથી. એટલે તેમને ૮ વાગ્યા પહેલાં જ જાેઇ શકાય છે. હવેથી ૨૧ ડિસેમ્બર સુધી આ બંને ગ્રહો રોજ જાેવા મળી શકશે અને ૨૧ તારીખે ગુરુ-શનિ એકસાથે જાેવા મળશે.SSS