Western Times News

Gujarati News

૪૦ કરોડ અસંગઠિત ક્ષેત્રોના કર્મી માટે EPFOના દ્વાર ખુલશે

નવી દિલ્હી, કોરોના મહામારીના મહાસંકટમાંથી અર્થતંત્રને બેઠુ કરવા માટે મોદી સરકાર એક પછી એક મહત્વના ર્નિણય લઈ રહી છે. હવે કરોડો કામદારોને મોદી સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. રોજગાર વધારવા માટે કેન્દ્રિય મંત્રીમંડળે આર્ત્મનિભર ભારત યોજનાને મંજૂરી આપી દીધી છે. સાથે જ સામાજીક સુરક્ષા સંહિતાને આગલા વર્ષે ૧ એપ્રિલથી લાગૂ કરવાની તૈયારી છે. જેથી દેશભરમાં ૪૦ કરોડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કારીગરો માટે ઈપીએફઓના દરવાજા ખુલી શકે છે. વર્ષ ૨૦૨૧માં સરકાર ઈપીએફઓમાં પણ આર્ત્મનિભર ભારત રોજગાર યોજનાને લાગુ કરવા પર જઈ રહી છે. આ યોજના બાદ અસંગઠિત ક્ષેત્ર પણ ઈપીએફઓ હેઠળ આવશે. આ યોજના હેઠળ એ કર્મચારીઓને પણ આવરી લેવામાં આવશે જેમણે ૧ ઓક્ટોબર ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ વચ્ચે નોકરીમાં જાેડાયા છે.

આ યોજના પર વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૫૮૪ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ૨૦૨૦-૨૦૨૩ સુધી સંપૂર્ણ યોજના પર ૨૨૮૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દેશમાં આશરે ૪૦ કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્ર છે જે કોઇ પણ સંસ્થા કે વેતન રજીસ્ટરમાં નથી આવતા. હવે સરકારે આ દરેક સંસ્થાને ઇપીએફઓ હેઠળ લાવવાની યોજના બનાવી છે. બે વર્ષ માટે સબ્સિડી એમ્પલોયર્સ દ્વારા કરવામાં આવેલા રિટાયર્મેન્ટ ફંડ કંટ્રીબ્યુશન એટલે કે પીએફને કવર કરવા માટે હશે. પીએફમાં ૧૨ ટકા યોગદાન અને એમ્પલોયર દ્વારા કરવામાં આવેલા ૧૨ ટકા યોગદાન એટલે કે ૨૪ ટકા યોગદાન બરાબર સબ્સિડી સરકાર તરફથી આપવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.