૪૦ કરોડ જેટલા ભારતીયોએ ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કર્યું
સંયુકતરાષ્ટ્ર, ભારતમાં ખુલ્લામાં શૌચ કરનારાઓ લોકોની સંખ્યામાં લગભગ ૪૦ કરોડની કમી આવી છે. સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ભારતમાં ખુલ્લામાં શૌચ કરવાના દરમાં ૧૯૯૦થી અત્યાર સુધી ૩૧ ટકાની કમી આપી છે.જાે કે ગ્રામીણ ક્ષેત્ર અને ગરીબોની વચ્ચે આ પ્રવૃતિમાં ખુબ ઓછું પરિવર્તન આવ્યુ છે.બીજી તરફ ૧૯૯૦ના ૭૦ ટકાની સરખામણીમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૯૪ લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે.જાે કે પુરી દુનિયાની એક તૃત્યાંશ વસ્તી હજુ પણ સાફ સફાઇથી દુર છે.
સ્વચ્છતા અને પીવાના પાણી પર સંયુકત રાષ્ટ્ર બાલ કોષ અને વિશ્વ આરોગ્ય સંગઠનના નવા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ધરતી પર રહેનારા ૨.૪ લોકો અથવા પ્રત્યેક ત્રણમાંથી એક વ્યક્તિને હજુ પણ સ્વચ્છતા સંબંધી સુવિધાઓ સુધી પહોંચ નથી.તેમાંથી ૯૪ કરોડ ૬૦ લાખ લોકો એવા છે જે ખુલ્લામાં શૌચ કરે છે.
રિપોર્ટ અનુસાર ભારત તે ૧૬ દેશોમાં સામેલ છે જેમણે ખુલ્લામાં શૌચ કરવાના દરમાં ઓછામાં ઓછો ૨૫ ટકા સુધીની કમી કરી છે.ભારતના મામલામાં આ કમી ૩૧ ટકા છે.આ પ્રગતિને મધ્યમ શ્રેણીની ગણાવવવામાં આવી છે.રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ખુલ્લામા ંશૌચ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે પરંતુ બાંગ્લાદેશ,નેપાળ અને પાકિસ્તાને ૧૯૯૦થી આ દિશામાં ૩૦ ટકાથી વધુની પ્રગતિ કરી છે ફકત ભારતમાં ખુલ્લામાં શૌચ કરનારાઓની સંખ્યામાં ૩૮ કરોડ ૬૦ લાખની કમી આવી છે.HS