૪૦ ચો.મી. સુધીની રહેણાંક મિલ્કતોનો એક વર્ષનો ટેક્સ માફ થશે
સિંધુભવન રોડ પર ૩૦ બેડની હોસ્પિટલ બનશેઃ દસ લાખ વૃક્ષ લગાવવામાં આવશેઃ રૂા. પ૭૬ કરોડના સુધારામાં વિકાસ કામ માટે રૂા. રપ૮ કરોડ ફાળવવામાં આવ્યા
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજૂ કરવામાં આવેલા રૂા. ૭૪૭પ કોરડના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીએ રૂા. પ૭૬ કોરડના સુધારા સાથે નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે મંજૂર કર્યુ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નાના કરદાતાઓને લાભ આપવામાં આવ્યો છે. તદુપરાંત શહરેમાં ગ્રીન કવચ વધારવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓ માટે પણ વિશેષ જાેગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી સભ્ય હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ કોરોના અને લોકડાઉનની સૌથી વધુ અસર ગરીબ-મધ્યમવર્ગ પર થઈછે. તેથી નાણાંકીય વર્ષ ર૦ર૧-રરમાં ૪૦ ચોરસ મીટર સુધીની તમામ રહેણાંક મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવામા આવી છે.
શહરેના અંદાજે ૬.૪૯ લાખ મિલકત ધારકોને તેનો લાભ થશે. તદુપરાંત ૪૦ ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતી રહેણાક મિલકતના માસ્ક ર૦ર૦-ર૧ સુધીનો તમામ વેરોછ ૩૧ ઓગસ્ટ સુધી ભરપાઈ કરે તો પાછલી બાકી રકમ પર ચઢેલા વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવામાં આવશે. સદર યોજનાના કારણે મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ આવકમાં રૂા. ૬૦ કરોડનો ઘટાડો થશે.
શહેરમાં શૂન્યથી ૧૦૦ ચોરસ મીટર સુધીના પ્લીન્થ વિસ્તાર બાંધકામ ધરાવતી સોસાયટી કે ફ્લેટમાં કોમન પ્લોટ અને રસ્તાની સફાઈ માટે રૂા. રપ૦ થી રૂા. ૩૦૦૦ સુધીની મર્યાદામાં માસિક ધોરણે આપવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સદર રકમ ફાળવવામાં આવશે. ગ્રાન્ટની રકમ જે તે સોસાયટીના બેન્ક એકાઉન્ટમાં ટ્રૂન્સફર થશે.
શહરેને ગ્રીન સીટી બનાવવા માટે ર૦૧૯ અને ર૦ર૦ની માફક ર૦ર૧માં પણ દસ લાખ વક્ષો લગાવવામા આવશે. જેના માટે રૂા. પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે.શહેરમાં ખરાબાની જમીન ઉપર પણ પ્લાન્ટેશન કરવામાં આવશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે તૈયાર કરવામા આવેલ આયુષ થીમ ના આધારે અ મદાવાદમાં પણ રૂા. પાંચ કરોડના ખર્ચથી આરોગ્યવન તૈયાર કરવામા આવશે.
નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા માટે હયાત પમ્મીંગ સ્ટેશનોમાં સ્ટેન્ડ બાય બોર બનાવવા માટે રૂા. ૧૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ ઝોનના વિસ્તારો માટે અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા આયોજન કરવામાં આવશે. શહેરના તમામ બગીચાઓમાં હેલ્થ કોર્નર તૈયાર કરવામા આવશે. જ્યાં કસરતના સાધનો મુકવામા આવશે. પ્રવર્તમાન સંજાેગોને ધ્યાનમાં રાખી પાંચ એમ્બ્યુલન્સ અને પાંચ શબવાહિની ખરીદી કરવામાં આવશે.
ડ્રેનેજ ડીશીલ્ટીંગ માટ રૂા. ૬ કરોડના ખર્ચથી સીસીટીવી કેમેરા ખરીદ કરવામાં આવશે. નજવીનીકરણ થઈ રહેલ શારદાબહેન હોસ્પિટલમાં કેન્સર અને કીડની માટે અલાયદા વોર્ડ બનાવવામાં આવશે.
જ્યારે સિંધુભવન રોડ પર ૩૦ બેડની નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. શહેરમાં નવા દસ આધુનિક પાર્ટી પ્લોટ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે પ્રાથમિક તબક્કે રૂા. ૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે તમામ કોમ્યુનિટી હોલને તબક્કાવાર વાતાનુકુલિત કવરામા આવશે.
૧પ વર્ષ કરતાં જુના વાહનો અને મશીનોના ક્રમશઃ રીપ્લેસમેન્ટ કરવા માટે રૂા. સાત કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી સુધારા બજેટમાં રેવન્યુ ખર્ચ માટે રૂા. ૩૧૮ કરોડ અને વિકાસના કામો માટે રૂા. રપ૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું