૪૦ દિવસથી ૨૪ કલાક ચાલી રહેલા અખંડ નિતનેમ પાઠ સાહેબની પૂર્ણાહુતિ
સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેલ્લા ૪૦ દિવસથી ૨૪ કલાક શીશમહલ અમરધામ, જવાહર નગર, નડિયાદ ખાતે નિરંતર ચાલી રહેલ અખંડ નિતનેમ પાઠ સાહેબ ( સુખમની સાહેબ, જપજી સાહેબ, દુઃખ ભંજની સાહેબ તેમજ ચૌપાઈ સાહેબ)ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
જેમાં સમગ્ર સિંધી સમાજે ભાગ લીધો હતો પૂર્ણાહુતિ દરમિયાન ગુરુ ગ્રંથ સાહેબ મહારાજની આરતી, અરદાસ, ભોગ, શબદ કીર્તન તેમજ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યો હતો. (તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)