૪૦ વર્ષથી વોન્ટેડ નક્સલી કમાન્ડર ઝારખંડથી ઝડપાયો
રાંચી, ઝારખંડ પોલીસે ૪૦ વર્ષથી વોન્ટેડ સુપ્રીમ નક્સલી કમાન્ડર ‘બૂઢા’ની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર શુક્રવારે સવારે ૯ વાગ્યે ગિરીડિહ-સરાયકેલા રોડ પર એક સ્કોર્પિયો કાર સ્પીડમાં દોડી રહી હતી. જેમાં એક ૭૪ વર્ષીય અને તેની પત્ની અને બે બોડીગાર્ડ હતા. ટોલ પર અચાનક પોલીસે કારને ઘેરી લીધી અને ૪ દશકમાં સેંકડો નક્સલી કાંડો અંજામ આપનારો એક કરોડનો ઈનામી ‘બૂઢા’ પોલીસના હાથે પકડાઈ ગયો!
ઝારખંડ પોલીસે પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદીના પૂર્વ ક્ષેત્રીય બ્યુરોના સચિવ પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દા ઉર્ફે મનીષ ઉર્ફે બુઢા અને તેની પત્ની શીલા મરાંડીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પાંચ રાજ્યનો પ્રમુખ પ્રશાંત બોસ માઓવાદીઓના પોલિટ બ્યુરોના સભ્ય છે અને તેના પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ છે.
બૂઢાને સરાયકેલા-ખારસાવાન જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે, જાે કે અત્યાર સુધી પોલીસ દ્વારા તેને ન તો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ન તો મીડિયાને તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. જાેકે, મીડિયામાં એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પ્રશાંત બોસ અને તેની પત્ની તથા બે બોડીગાર્ડ વાહનમાં સવાર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની પત્ની સાથે સરાયકેલા સારવાર માટે આવ્યો હતો. જેની માહિતી ઇન્ટેલિજન્સ બ્યુરો સુધી પહોંચી હતી. સરાયકેલા પોલીસે આ માહિતીના આધારે ધરપકડ કરી છે. અહેવાલ છે કે પ્રશાંત બોસ અને તેમની પત્ની અને બે બોડીગાર્ડને સ્કોર્પિયોમાં ગિરિડીહથી સરાયકેલા જતા સમયે પોલીસે ધરપકડ કરી હતી.
પ્રશાંતને ઝારખંડ-બિહારમાં માઓવાદીઓનો સુપ્રીમ કમાન્ડર માનવામાં આવે છે. તે ૧૦૦થી વધુ નક્સલવાદી ઘટનાઓમાં વોન્ટેડ હતો, જ્યારે તેની પત્ની શીલા પણ માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીની સભ્ય તેમજ માઓવાદીઓના ર્ફ્ન્ટલ ઓર્ગેનાઈઝેશન નારી મુક્તિ સંઘની પ્રમુખ છે.
શીલા ગિરિડીહની છે અને સંગઠનમાં પણ તેનો ઘણો પ્રભાવ છે, જ્યારે પ્રશાંત મૂળ પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાનો છે. ચાંડિલ પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી. ૮૦ વર્ષના કિશન દાના હાથ-પગ પણ બરાબર કામ કરતા નથી, અઢી વર્ષ પહેલા તેને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. તેમજ તેની પત્ની શીલાની ઉંમર પણ ૭૦-૭૨ વર્ષની છે.
આવી સ્થિતિમાં આ ધરપકડને પ્રિ-પ્લાન્ડ માનવામાં આવી રહી છે, જેથી પોલીસ કસ્ટડીમાં જ સારવાર શક્ય બની શકે. પોલીસ હજુ સુધી પ્રશાંત બોસની ધરપકડને લઈને કોઈ સ્પષ્ટ માહિતી આપી રહી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ગુપ્ત જગ્યાએ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.SSS