Western Times News

Gujarati News

૪૦ વર્ષની અભિનેત્રી શ્વેતા તિવારીએ એબ્સ દેખાડ્યા

મુંબઈ: ટ્રાન્સફોર્મેશન બાદ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર સતત તેની સિઝલિંગ તસવીરો શેર કરી રહી છે. હવે તેણે કેટલીક એવી તસવીરો શેર કરી છે જેનાથી તેના ફેન્સના ધબકારા વધી ગયા છે. શ્વેતાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેના ટોન્ડ એબ્સ દેખાઈ રહ્યા છે. શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે ઓરેન્જ કલરના પેન્ટ-શૂટ તેમજ વ્હાઈટ કલરના બિકીની ટોપમાં જાેવા મળી રહી છે.

આ સિવાય તેણે ઓરેન્જ શેડના ગોગલ્સ પણ પહેર્યા છે. પગથી માથા સુધીના વાયબ્રન્ટ અટાયરમાં શ્વેતા તિવારી ગજબની સુંદર લાગી રહી છે. કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ કરીને ઘર-ઘરમાં જાણીતી થયેલી શ્વેતા તિવારીની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. એક્ટ્રેસે ગમે તે તસવીર શેર કરે તે ફેન્સને પસંદ આવે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ સિવાય ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડસે પણ કોમેન્ટ કરી છે.

શ્વેતા તિવારીના બેસ્ટી કરણવીર બોહરાએ લખ્યું છે કે, ‘ધોઝ એબ્સ મોમી’. તો રિદ્ધિમા પંડિતે લખ્યું છે ‘ડૂડ એબ્સ’. દિલજીત કૌરે લખ્યું છે, ‘ઉફ હોટનેસ’. આ સિવાય સૌમ્યા ટંડન, પ્રિયંકા કાલાંત્રી, સારા ખાન અને અસ્મિત પટેલે પણ એક્ટ્રેસના વખાણ કર્યા છે. તો ફેન્સે હાર્ટ અને ફાયર ઈમોજી મૂક્યું છે. મેરે ડેડ કી દુલ્હન’ની એક્ટ્રેસનું ટ્રાન્સફોર્મેશન હમણા જ થયું છે. વેઈટ લોસ જર્ની સરળ નહોતી તેવો ઉલ્લેખ પણ તેણે કર્યો હતો.

શ્વેતાએ ન્યૂટ્રિશનિસ્ટ સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, ‘વેઈટ લોસ! સરળ નથી, ખૂબ મુશ્કેલ છે! આ માટે તમારે ખૂબ જ સમર્પણ, સેલ્ફ કંટ્રોલ અને મજબૂત મનોબળની જરૂર પડે છે. જાે કે, આ અશક્ય પણ નથી. ખાસ કરીને તમારી આ જર્ની સરળ અને મસ્તીભરી હોય ત્યારે તો નહીં જ. મને લાગે છે મારા કરતાં વધારે તેઓ મને શેપમાં પાછી લાવવા મક્કમ હતા. મારા ટ્રેનર સાથે ચર્ચા કરવી, મારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણેનું ડાયટ નક્કી કરવું અને સવાર-સાંજ ફોલોઅપ લેવાનું કામ તેઓ કરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.