૪૦ વર્ષનું સેવાકીય ભાથું અને ૨૫ વર્ષનો વહીવટી અનુભવ !
અમદાવાદ શહેરની સુદીર્ઘ સેવા કરનાર શ્રી અમિતભાઈ શાહે વહીવટી ક્ષેત્ર ના સોપાન સિદ્ધ કરી આખરે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બનતા પાલડી- વાસણા વોર્ડની જનતાએ રજૂ કરેલા આર્તનાદ ની નોંધ લેવાશે?!
“જેમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે તેઓ પુરુષાર્થ વાદીઓ હતા તેમને ક્યારેય એમ નથી કહ્યું કે નસીબમાં હશે તેમ થશે”! – રાલ્ફ વાલ્ડો એમર્સન.
રાલ્ફ વાલ્ડો એમર્સન એ સરસ કહ્યું છે કે “જેઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે તેઓ પુરુષાર્થ વાદીઓ હતા, તેમને ક્યારે એમ નહોતું કહ્યું કે નસીબમાં હશે તેમ થશે”!! જ્યારે વિલિયમ ફોકનરે સરસ કહ્યું છે કે “સફળતાની ચાવી પરિશ્રમ છે, પણ કેટલાક લોકો તે ચાવી વાપરવાને બદલે તાળું તોડી નાખે છે”!!
ભાજપના અનેક નેતાઓ જે પાયાના કાર્યકર માંથી આગળ આવ્યા છે તેઓ વહીવટી તંત્રની સમસ્યા ઉકેલવામાં સફળ રહ્યા છે એમાં એક નામ શ્રી અમિતભાઈ શાહ નું છે! શ્રી અમિતભાઇ શાહ એટલે અમદાવાદ શહેરના પૂર્વ મેયર તેમણે પૂર્વ વિસ્તારના વિકાસ તરફ પણ ધ્યાન આપીને અમદાવાદ શહેરનો સમતોલ વિકાસ કર્યો હતો
શ્રી અમિતભાઈએ શુન્ય માથી સર્જન કરનારા પુરુષાર્થવાદી છે જેથી આજે ગુજરાતના ભાજપે તેમના કર્મશીલ વ્યક્તિત્વની નોંધ લઇ અમદાવાદ શહેર ના પ્રમુખ તરીકે નો ગરીમાં યુક્ત હોદ્દો સમર્પિત કર્યો છે વેસ્ટર્ન ટાઈમ્સે તેની નોંધ લીધી છે!
સંઘના અદના કાર્યકર થી જાહેર જીવનમાં શરૂઆત કરનાર શ્રી અમિતભાઈ શાહે ૧૯૯૫માં થી રાજકીય જીવનની શરૂઆત કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી આજે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બન્યા છે! જાે ભારતીય જનતા પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ કરવાની તક આપશે તો તે સમગ્ર ગુજરાતને વિકાસના પંથે દોડતું કરવાની ક્ષમતા ધરાવે છે!
ડેવિડ બ્રિકલે નામના વિચારકે સરસ કહ્યું છે કે “સફળ વ્યક્તિ એ છે કે જે તેના પર બીજા દ્વારા ફેંકવામાં આવેલી ઇંટોનો ઉપયોગ કરી પોતાનો પાયો મજબૂત કરે છે”!! સંઘના અદના કાર્યકર તરીકે જાહેર જીવનમાં સક્રિય થનાર શ્રી અમિતભાઇ શાહ એ રાજકીય જીવનયાત્રાના ૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે!
૧૯૯૫માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પાલડી- વાસણા વોર્ડ માં થી લડીને પ્રથમ વાર કોર્પોરેટર તરીકે જીત્યા બાદ વાસાણા વોર્ડ માં તેમણે કરેલી સેવા અને વિસ્તારના વિકાસ માટે કરેલા આયોજનને લઇને તેઓ અમદાવાદ શહેરના મેયર પદ સુધી પહોંચીને તેમણે પૂર્વ વિસ્તારનો વિકાસ કર્યો હતો
એટલું જ નહીં સમગ્ર અમદાવાદ શહેરના વિકાસની સમતુલા જાળવીને મહત્વપૂર્ણ પ્રજાકીય લક્ષો સિદ્ધ કર્યા હતા તેઓએ ઓકટ્રોય ના ચેરમેન તરીકે, એએમટીએસના ચેરમેન તરીકે, સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે, ભાજપની મ્યુ.કોર્પોરેશન પક્ષના નેતા તરીકે, તેમજ ભાજપ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું સફળ ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે!
ત્યારે તેઓ અનેક રાજકીય સામાજિક પડકારો વચ્ચે આજે અમદાવાદ શહેરના ભાજપના પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે અને ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાંથી ભાજપને જવલંત સફળતા અપાવવા અત્યારથી જ કાર્યરત થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે