૪૦ વિકલાંગ અને નિરાધાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
અંકલેશ્વર જીઆઈડીસીમાં પાલન સેવા સંસ્થા દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર જીઆઈડીસી માં પાલન સેવા સંસ્થા,જનજાગૃતિ આંદોલન સમિતિ અને ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ અને નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪૦ જેટલા નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.
અંકલેશ્વર પાલન સેવા સંસ્થા,જનજાગૃતિ આંદોલન સમિતિ અને ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સામાજીક સમરસતા દ્વારા જીવન ને જાેડવાના પ્રયાસરૂપે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જનજાગૃતિ ગ્રાઉન્ડ ખાતે સર્વ જ્ઞાતિ વિકલાંગ અને નિરાધાર દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ અને સુરત જીલ્લાની ૪૦ જેટલા વિકલાંગ અને નિરાધાર નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.આ સમૂહ લગ્નોત્સવ માં આયોજકો દ્વારા ડોક્ટર ની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી અને આ ત્રણેય સંસ્થા દ્વારા દીકરીઓને ૩૫ જેટલી વિવિધ વસ્તુઓ કન્યાદાન રૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે રામકુંડ ના મહંત ગંગાદાસજી બાપુ,લઘુ ઉદ્યોગ ભારતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવ પ્રજાપતિ,પાલન સેવા સંસ્થા ના ખુશાલભાઈ રાદરીયા,રમેશ પટેલ,જનજાગૃતિ આંદોલનના સમિતિના અતુલ માંકણીયા સહીતના સભ્યોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને આર્શીવાદ પાઠવ્યા હતા