બુકીંગ ખુલતાં જ ૪૦ સેકન્ડમાં બૂક થતી હતી દેશની 50% ટ્રેન ટીકીટ
અત્યાર સુધીની સૌથી મોટી ટીકીટ બુકિંગ ગેગનો પર્દોફાશ
મુંબઈ: રેલવે અત્યાર સુધીની સૌથી મોટી ટીકીટ બુકીગ ગેગ ઝડપી પાડી છે. જે એક કોર્પોરેટ કંપનીની જેમ કામ કરતી હતી અને તેના સોફટવેર એન્જીનીયરોની એક ટીમ દુબઈ હતી ભારતમાં ટિકીટ બુકીગ ગેગના કંટ્રી હેડ, સુપર એડમીન લીડ સેલર્સ અને અંદાજીત ર૦,૦૦૦થી પણ વધારે એજન્ટ હતા. તેમજ ગેગના કોમ્પ્યુટર યુગાસ્લાવીયના આઈપી એડ્રેસ ઉપર કામ કરતા હતા.
રેલવે પ્રોટેકશન ફોર્સને સમગ્ર ટીકીટ બુકીગ કૌભાંડના મુળ સુધી પહોચવામાં બે મહીનામાં સમય લાગ્યો હતો. આરપીએફ અનુસાર ગેગનો મુખ્ય સુત્રધાર હામીદ અશરફ નામનો શખ્સ છે. જે દુબઈમાં રહે છે. અશરફને ર૦૧૬માં યુપીના ગોડા નજીકથી ટીકીટ કૌભાંડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસકર્તાઅના માનવા પ્રમાણે અશરફ ઉત્તર પ્રદેશના બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ હતો.
છેલ્લા અમુક અઠવાડીયામાં આરપીએફએ ર૬ લોકોની ધરપકડ કરી છે. જેમાં ગેગનો ભારતનો હેડ ગુલામ મુસ્તફા પણ સામેલ ે. ગેગના પશ્ચિમી ક્ષેત્રના પ્રમુખ દીપલ સાહા ઉર્ફે ડેની સાહાને બોરવલીમાં પશ્ચિમ એકસપ્રેસમાંથી ઝડપવામાં આવ્યો હતો. જે ગુજરાત ભાગવાનની ફીરાકમાં હતો.
આરપીએફએ પોતાના રીપોર્ટમાં કહ્યું હતું કે, ગેગ ઓનલાઈન બુકિગ શરૂ થવાના માત્ર ૪૦ સેકન્ડમાં દેશમાં વેચાતી સરેરાશ અડધી ટીકીટો ખરીદી લેતી હતી. તેના માટે ર૦,૦૦૦ એજન્ટ એક એવા સોફટવેરના ઉપયોગ કરતો હતો જેના કારણે સિકયોરીટી કિલયરન્સની જરૂર નહોતી પડતી અને ઓટીપી જનરેટ કરવા અને સબમીટ કરવાની પળોજણમાંથી મુકિત મળતી હતી.