૪૨ વર્ષથી ઉપરનાની વ્યક્તિને ફરીથી બુકિંગ કરાવવું પડશે
અમદાવાદ: ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઈને નિયમ બદલી નાખ્યા છે. જે મુજબ હવેથી કોવિશિલ્ડ રસીનો બીજાે ડોઝ પહેલો ડોઝ લીધાના ૪૨ દિવસ (૬ અઠવાડિયા) બાદ જ મળશે. આ પ્રકારની પ્રોસેસ માટે કોવિન સોફ્ટવેર પણ અપડેટ કરી દેવાયું છે. જેના કારણે રાજ્યભરના સેંકડો લોકો જેમની ઉંમર ૪૫થી ઉપર છે અને રસી માટે સ્લોટ બુક કરાવી દીધો છે તેઓ મૂંઝવણમાં મૂકાયા છે. સ્ટેટ ઈમ્યૂનિઝેશન ઓફિસર ડો. નયન જાનીએ જણાવ્યું હતું કે, કોવિન પ્લેટફોર્મ લેવલ પર અપડેટ કરી દેવામાં આવ્યું છે. ‘અત્યારસુધીમાં બે ડોઝ વચ્ચેનું અંતર ૪ અઠવાડિયા જેટલું હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. વ્યક્તિને ૪૨ દિવસ પહેલા રસીનો બીજાે ડોઝ મળશે નહીં’. તેમણે ઉમેર્યું હતું
હાલમાં થયેલી સ્ટડીમાં તે સાબિત થયું છે કે, બે રસી વચ્ચેના અંતરમાં વધારો તે રસી લેનારા માટે વધારે લાભદાયી સાબિત થાય છે’. હવે, સવાલ એ છે કે જેમણે પહેલાથી પોતાનો સ્લોટ બુક કરાવી લીધો છે, તેમણે ફરીથી બુક કરાવવો પડશે કે કેમ. આ અંગે ડો. જાનીએ કહ્યું હતું કે, ‘જાે ૪૨ દિવસનો સમયગાળો નહીં હોય તો લાભ લેનારને બીજાે ડોઝ મળશે નહીં અને તેમણે ફરીથી નવી તારીખમાં સ્લોટ બુક કરાવવો પડી શકે છે’.
તેમણે ઉમેર્યું હતું કે, ૪૫થી ઉપરની વયના લોકો વોક-ઈનનો લાભ ઉઠાવી શકે છે. શહેરના રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારની વ્યવસ્થા તેમના જેવા ઘણા લોકો માટે આંચકા સમાન છે. ‘મને શહેરની નજીક એક સ્લોટ મળ્યો હતો કારણ કે શહેરની અંદર મને એક પણ મળ્યો નહોતો. બે ડોઝ વચ્ચેનો સમય ૪૨ દિવસ છે. નિયમમાં ફેરફાર કોઈ પણ પ્રકારની ચેતવણી વગર કરવામાં આવ્યો છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.