૪૩ ટકા ભારતીયોએ એક વર્ષમાં ચીની સામગ્રી ખરીદી નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/china-3.jpg)
નવીદિલ્હી: લદ્દાખની પાસે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોથી ગત વર્ષ થયેલ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ ભારે જવાબ આપ્યો હતો.એટલું જ નહીં ત્યારથી અત્યાર સુધી એક વર્ષમાં આર્થિક મોરચા પર પણ લોકોએ ચીનને કિનારે કરવાનો પ્રયાસ કર્યો છે એક સર્વે અનુસાર આવા ૪૩ ટકા ભારતીય છે જેમણે ગત ૧૨ મહીનામાં ચીનમાં બનેલ કોઇ પણ ઉત્પાદન ખરીદ્યું નથી કોમ્યુનિટી સોશલ મીડિયા પ્લેટફોર્મના સર્વે અનુસાર જે લોકોએ ચીનમાં બનેલ ઉત્પાદનની ખરીદી કરી છે તેમનું કહેવુ છે કે આવું તેમણે એક કે બે વાર જ કર્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી ચીનની ૧૦૦થી વધુ એપ્સ પર પ્રતિબંધ અને સ્વદેશી સામગ્રીની મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવાની નીતિ વચ્ચે આ સર્વે આવ્યો છે.ગત વર્ષ ચીન તરફથી સીમા પર ખુની અથડામણ બાદ ભારત સરકારે ટિકટોક,અલી એકસપ્રેસ સહિત અનેક એપ્સને પ્રતિબંધીત કરી હતી.ગલવાન ઘાટીમાં થયેલ અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકોની શહાદત પર દેશભરમાં ગુસ્સો હતો અને અનેકવાર ચીની ઉત્પાદનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. લોકલ સર્કલ્સ તરફથી ગત વર્ષ નવેમ્બરમાં પણ આવો જ એક સર્વે કરવામાં આવ્યો હતો જે અનુસાર તે સમયે ૭૧ ટકા ભારતીયોએ ચીનમાં બનેલ કોઇ સામગ્રી ખરીદી ન હતી.
વર્તમાન સર્વેમાં દેશના ૨૮૧ જીલ્લાના ૧૮,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ ચીની સામગ્રી ખરીદવા પાછળ ભાવ અને પૈસાની બચતનું કારણ બતાવ્યું કેટલાક લોકો એવા પણ હતાં જેમણે ચીનમાં બનેલ ઉત્પાદનોની કવોલિટીને પણ ખરીદવાનું કારણ બતાવ્યું ગત એક વર્ષમાં ચીનની સામગ્રી ખરીદનારા લોકોમાંથી ૭૦ ટકાએ કહ્યું કે તેમણે એટલા માટે કર્યું કારણ કે પૈસાની બચત થઇ રહી હતી ચીનની સામગ્રી ખરીદનારા સર્વેમાં સામેલ લોકોમાંથી ૧૪ ટકાએ કહ્યું કે ગત એક વર્ષમાં તેમણે ૩થી ૫ વસ્તુ ખરીદી આ ઉપરાંત ૭ ટકા લોકો એવા રહ્યાં જેમનું કહેવું હતું કે તેમણે ૫-૧૦ આઇટમ આવી ખરીદી જે ચીનમાં બનેલ હતી.