૪૩ નેતાઓમાંથી ૩૨ નેતા પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળના પહેલા મંત્રીમંડળના વિસ્તારમાં મંત્રી બનારા કુલ ૪૩ નેતાઓમાંથી ૩૨ એવા ચહેરા છે જે પહેલીવાર કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળશે.આવા નેતાઓમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે,જદયુ અધ્યક્ષ આર સી પી સિંહ, ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને લોકજનશક્તિ પાર્ટી લોજપાના પારસ જુથના નેતા પશુપતિ કુમાર પારસ મુખ્ય છે.
કયારેક શિવસેનાના મોટા નેતા રહેલ રાણે ૧૯૯૯માં લગભગ નવ મહીના સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યાં બાદ કોંગ્રેસમાં સામેલ થયા અને મહારાષ્ટ્ર સરકારમાં મહેસુલ મંત્રી રહ્યાં વર્ષ ૨૦૧૭માં તે ભાજપમાં સામેલ થયા અને કેટલાક સમય બાદ રાજયસભાના સભ્ય બન્યા તેઓ પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે. આરસીપી સિંહ પણ પહેલીવાર કેન્દ્રમાં મંત્રી બન્યા છે રાજયસભા સભ્ય પોતાની પાર્ટીના કવોટામાંથી કેન્દ્રીય મંત્રી પરિષદમાં એક માત્ર સભ્ય છે પહેલા ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી રહેલ સિંહ કેટલાક મહીના પહેલા જ જદયુના અધ્યક્ષ બન્યા હતાં.
ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીની ચુંટણી રણનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભુપેન્દ્ર યાદવ પણ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે ધંધાથી તેઓ વકીલ છે અને મોદી અને અમિત શાહના નજીકના મનાય છે. લોજપા પારસ જુથના નેતા પશુપતિ પારસ પણ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે આ પહેલા તેમના ભાઇ રામવિલાસ પાસવાન મોદી સરકારમાં મંત્રી હતાં જેમનું ગત વર્ષ નિધન થયું હતું ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી રહેલ અશ્વિની વૈષ્ણવ પણ પહેલીવાર મંત્રી બન્યા છે
તેઓ ઓરિસ્સાથી રાજયસભાના સભ્ય છે.આ ઉપરાંત એસ પી સિંહ બધેલ,રાજીવ ચંદ્રશેખર,શોભા કારંદલાજે ભાનુ પ્રતાપ સિંહ વર્મા,દર્શના જારદોશ, મીનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી કૌશલ કિશોર, બી એલ શર્મા અજય ભટ્ટ અજયકુમાર ચૌહાણ,દેવુસિંહ ચૌહાણ,ભગવંત ખુબા ભારતી પવાર પંકજ ચૌધરી શાંતનુ ઠાકુર મુંજપરા મહેન્દ્રભાઇ,એલ મુરૂગન નિશીત પ્રમાણિક એ નારાયણસ્વામી કપિલ પાટિલ રાજકુમાર રંજન સિંહ પ્રતિમા ભૌમિક સુભાષ સરકાર ભાગવત કરાડ બિશ્વેસર ટુડુ અને જાેન બારલા પણ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.
આ ઉપરાંત જે મંત્રીઓએ બુધવારે સોગંદ લીધા તેમાં ડો વીેરેન્દ્રકુમાર,જયોતિરાદિત્ય સિંધિયા સર્વાનંદ સોનોવાલ કિરણ રિજિજુ આર કે સિંહ હરદીપ પુરી મનસુખ માંડલીયા પુરૂષોતમ રૂપાલા જી કિશન રેડી અનુરાગ સિંહ ઠાકુર અને અનુપ્રિયા પટેલ જ એવા મંત્રી છે જે પહેલા પણ કેન્દ્રીય મંત્રીની જવાબદારી નિભાવી ચુકયા છે.