૪૩ વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારીમાં ઉભરતી અભિનેત્રીઓને ટક્કર આપવાની ક્ષમતા
૧૮ વર્ષે લગ્ન, ૨૦ની ઉંમરે માતા બનેલી
ભોજપુરી ફિલ્મોથી તેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી અભિનેત્રીએ સિરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું
મુંબઈ, જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેની એક્ટિંગ અને ફોટો જોઈને તમને તેની ઉંમર વિશે કોઈ ખ્યાલ નહીં આવે. ૪૩ વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી ઉભરતી અભિનેત્રીઓને ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ અને ટીવીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી અભિનેત્રીએ ઓટીટી કરફ વળી અને ત્યાં પણ તેણે અભિનયની કુશળતા બતાવી છે. શ્વેતા તિવારીએ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’માં મુખ્ય ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી.
પ્રેરણા શર્માનું પાત્ર ભજવીને તે નાના પડદા પર એક અવિસ્મરણીય નામ બની ગઈ. તેણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને ભોજપુરી ફિલ્મોથી તેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી અભિનેત્રીએ સિરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું. અભિનેત્રી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે તેના પૂર્વ પતિ રાજા ચૌધરીને મળી હતી. મિત્રતા તરીકે શરૂ થયેલો તેમનો સંબંધ ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગયો અને તેણીએ તેના પરિવારની વિરુદ્ધ જઈને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા. જ્યારે શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર ૧૮ વર્ષની હતી અને ૨૦ વર્ષની ઉંમરે તે એક પુત્રીની માતા પણ બની હતી.
પુત્રી પલક તિવારીના જન્મના થોડા સમય બાદ અભિનેત્રીએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ડિરેક્ટર રાજા ચૌધરીથી છૂટાછેડા લીધાના ઘણા વર્ષો પછી અભિનેત્રીના જીવનમાં પ્રેમ ફરી વળ્યો અને તેણે ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે બીજી વાર લગ્ન કર્યા. આ લગ્નથી શ્વેતા તિવારીને એક પુત્ર છે, પરંતુ તેમના સંબંધો પણ લગ્નના ૬ વર્ષ પછી તૂટી ગયા. પ્રેમમાં બે વખત દગો મળ્યા બાદ શ્વેતા હવે તેની પુત્રી પલક તિવારી અને પુત્ર રેયાંશ કોહલી સાથે એકલી રહે છે. હવે જો વર્ક ળન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી અને હવે તે આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે.ss1