Western Times News

Gujarati News

૪૫નો નહીં દેખાઉં તો બહાર ફેંકી દેવામાં આવશે : શરત

મુંબઈ: બોલીવુડ સહિત અનેક ભાષાની ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શરત સક્સેનાને કોઇ ઓળખની જરુર નથી. ઘણી ફિલ્મોમાં તેમના દમદાર અભિનયને લીધે આજેપણ લોકો તેમને યાદ કરે છે અને બહુ મોટો ચાહક વર્ગ તેમની ફિલ્મોને પસંદ પણ કરે છે.

મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ કરનારા શરત સક્સેનાએ ફિલ્મોમાં કેટલાક પોઝિટિવ રોલ પણ કર્યા છે. જેમાં તેમના અભિનયની ખાસ પ્રંશસા કરવામાં આવી છે. હાલમાં જ તેઓ વિદ્યા બાલનની ફિલ્મ શેરનીમાં જાેવા મળ્યા હતા. શરત સક્સેના બોલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મો જેવી કે મિસ્ટર ઇન્ડિયા, અગ્નિપથ, ત્રિદેવ, ગુલામ, બોડીગાર્ડ, ક્રિશ, બજરંગી ભાઇજા, બાગબાનમાં યાદગાર કિરદાર નિભાવી ચૂક્યા છે.

દમદાર અભિનય સાથે પોતાના હુષ્ટપૃષ્ઠ શરીર માટે જાણીતાં શરત સક્સેનાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું ગઠીલા શરીરનો હતો અને ૭૦-૮૦ના દાયકામાં ગઠીલુ શરીર એક અપરાધ સમાન ગણાતું કારણ કે બોડીબિલ્ડર લોકોને દિમાગથી ઓછા, અભણ, લાગણીઓ વગર અને અભિનય ન આવડતાં લોકોમાં માનવામાં આવતાં હતા.

પરંતુ આજે બધુ જ બદલાઇ ગયું છે. જાેકે અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ કરીને ચાહકોના દિલ પર રાજ કરનારા શરત સક્સેના એક વાતથી ડરી રહ્યા છે.

તેમણે પોતાના ઇન્ટરવ્યું પણ કહ્યું હતું કે હું હાલમાં ૭૧ વર્ષો છું પરંતુ ૪૫ વર્ષનો દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો છુ નહીં તો મને કામ નહીં મળે અને મને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. શરત સક્સેનાએ ફિલ્મોમાં એક્શન સીન જાતે જ કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આખી ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે ૬૦૦થી વધુ એક્શન સિક્વેન્સ કર્યા છે. જેમાં ઇજા પહોંચતા ૧૨ વખત હોસ્પિટલ પણ ગયો છું. જાેકે શરત સક્સેના વિશે બહુ ઓછા લોકો જાણતાં હશે કે તેઓ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવે છે અને ફિલ્મોમાં હીરો બનવાની ઇચ્છા લઇને સપાનાની નગરી મુંબઇ આવી ગયા હતા. અહીં તેમને હીરોનો રોલ તો નહીં પરંતુ વિલનના કિરદાર મળ્યા અને આજે તેઓ પોતાના એક મુકામ પર પહોંચી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.