Western Times News

Gujarati News

૪૬ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે KGF-2

મુંબઈ, બોક્સ ઓફિસ પર ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર-૨ રિલીઝના ૪૬ દિવસ પછી પણ કરોડોની કમાણી કરી રહી છે. તારીખ ૧૪ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર-૨એ અત્યાર સુધીમાં વર્લ્‌ડવાઈડ ૧૨૩૮ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

કેજીએફઃ ચેપ્ટર-૨એ રિલીઝના ૪૬મા દિવસે એટલે કે રવિવારે વર્લ્‌ડવાઈડ લગભગ ૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે બીજી બાજુ હાલમાં જ રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘અનેક’ની સ્થિતિ ખરાબ જાેવા મળી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલી એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’ માત્ર ૩ દિવસમાં જ હાંફી ગઈ છે.

વીકેન્ડમાં પણ ‘અનેક’ની કમાણી ઘટી છે. રિલીઝના ૩ દિવસમાં ‘અનેક’ની કમાણી માત્ર ૫.૫૦ કરોડ રૂપિયા થઈ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આઈપીએલની ફાઈનલ મેચની અસર ફિલ્મોના બિઝનેસ પર જાેવા મળી છે.

કારણકે, રવિવારે આઈપીએલની ફાઈનલ મેચ હોવાથી દર્શકોએ થિયેટરમાં ફિલ્મ જાેવા જવાનું ટાળ્યું હતું! એકબાજુ કેજીએફઃ ચેપ્ટર-૨રિલીઝના ૪૬ દિવસ પછી પણ કરોડોમાં કમાણી કરી રહી છે ત્યારે બીજી બાજુ કાર્તિક આર્યનની બોલિવૂડ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને અત્યાર સુધીમાં કમાણીનો ૧૧૯ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.

આ સિવાય કંગના રણોટની ફિલ્મ ‘ધાકડ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. બોલિવૂડ અભિનેત્રી કંગના સ્ટારર ફિલ્મ ધાકડ બોક્સઓફિસ પર જબરદસ્ત ધોવાઈ ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે રીલિઝના આઠમા જ દિવસે ફિલ્મે માત્ર ૪૪૨૦ રુપિયા કમાણી કરી છે. ટૂંકમાં કહીએ કે આ ફિલ્મની આઠમા દિવસે માત્રને માત્ર ૨૦ જ ટિકિટો વેચાઈ હતી.

આ આંકડા એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના પોર્ટલ પર આપવામાં આવ્યા છે. આ ફિલ્મ પહેલા જ દિવસથી જ કમાલ નહોતી કરી શકી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ધાકડ ફિલ્મ બનાવવામાં ૮૦-૯૦ કરોડ રુપિયા ખર્ચો થયો છે.

ફિલ્મને બોક્સઓફિસ પર તો મુશ્કેલીનો સામનો કરવો જ પડ્યો છે, ઓટીટી સ્ટ્રીમિંગ કરવા માટે પણ મેકર્સને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ ફિલ્મને સ્ટ્રીમ કરવા કોઈ ઓટીટી પ્લેટફોર્મ તૈયાર નથી. ફિલ્મમાં કંગનાની સાથે-સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.