૪ અંતરીક્ષ યાત્રીની રશિયાની તાલીમ હવે પૂરી થવાના આરે
નવી દિલ્હી: બહુ જલ્દી ભારત પોતાના અવકાશ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે.આ માટેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. મિશન ગગનયાન માટે જે ચાર અંતરિક્ષ યાત્રીઓને મોકલવાના છે તેમની તાલિમ હવે પૂરી થવાના આરે છે.
સૂત્રોનુ કહેવુ છે કે, તેમની તાલીમ થોડા દિવસમાં પૂરી થઈ જશે.આ તાલીમ દરમિયાન તેમને અંતરિક્ષમાં કેવી રીતે જીવવાનુ છે તેનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે.રશિયામાં તેમની ટ્રેનિંગ પુરી થયા બાદ તેઓ ભારત આવશે અને એ પછી ગગનયાન થકી તેમને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
મિશન ગગનયાન પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજનાઓ પૈકીનુ એક છે.જેની પાછળ લગભગ ૧૦૦૦૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યુ છે.ઈસરોનુ લક્ષ્યાંક આગામી વર્ષે ગગનયાન થકી ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે.
અગાઉ રશિયામાં ટ્રેનિંગ માટે જેમની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગના એરફોર્સના પાયલોટ હતા.એક વખત તેમની ટ્રેનિંગ પૂરી થશે તે પછી ચાર પાયલોટને ગગનયાન માટે પસંદ કરવામાં આવનાર છે.