૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC આણંદ દ્વારા આત્મરક્ષા મીની કોર્ષનું આયોજન કરાયંુ

આણંદ, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ નાં કમાંડિંગ અધિકારી કર્નલ રિશી ખોસલા નાં નેતૃત્વ હેઠળ પ્રતિભા એકેડેમી, વલ્લભ વિદ્યાનગર નાં સંયુક્ત સાહસ થી શ્રી એન એસ.પટેલ આર્ટસ (ઓટોનોમસ) કોલેજ, આણંદ નાં પ્રાંગણ માં ૮૦ કન્યા કેડેટો ની આત્મરક્ષા લક્ષી
તાલીમ તા.૦૩ જાન્યુ.૨૦૨૨ થી ૦૭ જાન્યુ. ૨૦૨૨ સુધી પાંચ દિવસ નાં મીની કોર્ષ નુ પ્રાચાર્ય ડો.મોહનભાઈ પટેલ નાં માર્ગદર્શન માં ‘કન્યા વિકાસ નાં સઘન પ્રયાસ તરફી એક કદમ’ નાં ભાગ રૂપે કોલેજના એ.એન.ઓ. ડૉ.મેજર પ્રતીક્ષા પટેલ એ આ કાર્યક્રમ માં સક્રિય ભાગ લઈ તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ તાલીમ પ્રતિભા એકેડેમી નાં ડાયરેકટર શ્રી ચેતનભાઈ ફુમકિયા કન્યા કેડેટો ને અત્યંત અસરકારક રીતે શીખવી રહ્યા છે.આ તાલીમ માં કેડેટો અતિ જાેશ અને ઉત્સાહ થી આગળ વધી ને ભાગ લઈ રહી છે અને અનિષ્ટ તત્વો નો સામનો કરવા પોતાની જાત ને સક્ષમ બનાવી રહી છે .
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન બટાલિયન નાં વહીવટી અધિકારી મેજર કવિતા એ કર્યું હતું.તાલીમના અંતિમ દિવસે સમાપન સમારોહ માં કન્યા કેડેટો ને અતિથિ વિશેષ એ.એન.ઓ. લેફ્ટનેન્ટ જે. ડી વાળા નાં હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી તેમનાં જાેશ, આત્મ વિશ્વાસ અને ઉત્સાહ માં વધારો કરાયો હતો.
અંત માં હાલ ની પરિસ્થિતિ માં અસામાજિક તત્વો ની સામે ભીડવા અને પોતાનાં ગુસ્સાને પોતાની તાકાત બનાવી સામે વાળાને ડર બતાવવો તેમજ અનિષ્ટ તત્વો નો સામનો કરવા આ પ્રકાર ની કરાટે તાલીમ દરેક કન્યાઓને લેવી જરૂરી છે એમ પ્રતિભા એકેડેમી નાં ડાયરેકટર શ્રી ચેતનભાઈ એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું.